તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ગેટ પડતાં નજીક ઊભેલા નીધરાડના યુવકનું મોત

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક કંપનીના ગેટ સાથે અથડાતા
  • પોલીસે અજાણ્યા ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

સાણંદ જીઆઇડીસીમાં આઈસર ચાલકે ઈમ્પીરીયલ કંપનીના ગેટ સાથે ગાડી અથડાવતા બાજુમાં ઉભેલા ઈસમને ગેટ વાગતા ગંભીર ઈજાઓને કારણે કરુણ મોત નીપજતા આઈસર ચાલક વિરુદ્ધ જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શનિવારે રાત્રે 7-30 કલાકે સાણંદ જીઆઇડીસીમાં આવેલી ઈમ્પીરીયલ કંપનીના ગેટ નજીક નીધરાડ ગામના વિનોદકુમાર ઉભા હતા ત્યારે આઈસરના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે કંપનીના ગેટ સાથે અથડાવતા ગેટ વિનોદભાઈને વાગતા શરીરે ઈજા થતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક વિનોદભાઈના સાળા રજનીકાંત પ્રજાપતિએ જીઆઇડીસી પોલીસમાં કરતા પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...