વહેલી સવારે વીજળી ત્રાટકી:સાણંદના નવાપુરામાં વીજળી પડી અનેક વીજઉપકરણોમાં નુકસાની

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવાપુરા ગામે જોગણી માતાના મંદિરમાં આવેલા ખીજડાના ઝાડ પર વહેલી સવારે વીજળી ત્રાટકી, જેનાથી ઝાડ પરની ધજા બળી ગઇ

સાણંદ તાલુકાના નવાપુરા ગામે જોગણી માતાના મંદિરમાં આવેલા ખીજડાના ઝાડ ઉપર વહેલી સવારે વીજળી ત્રાટકી હતી જેનાથી ઝાડના છોતરા ઉખડી ગયા હતા ને ઝાડ ઉપરની ધજા બળી જવા પામી હતી સદભાગ્યે કોઈ ઈજા કે જાનહાની થઇ નથી. પરંતુ વિસ્તારોના વીજ ઉપકરણો બળી જતા ગામ લોકોને મોટી નુકસાની થઇ છે.

જોગણી માતાના મંદિરમાં આવેલ ખીજડાના ઝાડ ઉપર વહેલી સવારે છ કલાકે વીજળી પડતા ઝાડના છોતરા ઉખડી ગયા હતા ને ઝાડ ઉપરની ધજા બળી જવા પામી હતી અને ત્યાં રહેતા શિવાજી ઠાકોરનું આખું ઘર ધ્રુજી ઉઠતા ભૂકંપ આવ્યો હોય તેવી અનુભૂતિ થઇ હતી. અને આસપાસના ઘરોમાં ટીવી , ફ્રીજ , પંખા અને ખાસ કરીને અનેક સેટ ટોપ બોક્ષ ઉડી જતા મોટી આર્થિક નુકસાની થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...