તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાણંદ અને તાલુકામાં જાહેરનામાનો ભંગ કરનારા 170 સામે ગુનો નોંધાયો

સાણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનું સંક્રમણને રોકવા તંત્ર દ્વારા કડક પગલા લેવાઈ રહ્યા છે ત્યારે
  • કાર્યવાહીમાં સાણંદ શહે, ચાંગોદર અને જીઆઇડીસી વિસ્તારનો સમાવેશ

સાણંદ અને તાલુકામાં કોરોનાનું સંક્રમણને અટકાવા તંત્રે લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા જાહેરનામું બહાર પાડ્યું છે. પરંતુ અમુખ બેજવાબદાર લોકોએ સોશિયલ ડિસ્ટન્સ ન રાખી જાહેરનામાનો ભંગ કરતા ગત મહીને 170 લોકો વિરૂદ્ધમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. સમગ્ર વિગતો એવી છે કે સાણંદ અને તાલુકામાં હાલ કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. અને સંક્રમણ ફરી ના વધે તે માટે તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, ભીડ ભેગી ન કરવા જાહેરનામું બહાર પાડ્યું છે. અગાઉ પોલીસ દ્વારા સાણંદ અને તાલુકામાં અગલ અગલ વિસ્તારમાં લાઉડસ્પીકર રાખી લોકોને જાહેરમાં સોશીયલ ડિસ્ટન્સ જાળવવા વેપારીઓ તેમજ શહેરીજનોને અપીલ કરી હતી.

ત્યારે સાણંદ અને તાલુકામાં અમુક લોકો સોશિયલ ડિસ્ટન્સ ભંગ કરી રહ્યા હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. જેને લઈને પોલીસ તંત્ર દ્વારા આવા લોકો સામે લાલ આંખ કરી છે. ગત મે મહિનામાં સાણંદ પી.આઈ એચ.બી. ગોહિલ, ચાંગોદર પી.આઈ. વી.ડી. મંડોરા તેમજ સાણંદ જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનના પી.આઈ ડી.જે. વાઘેલા અને પોલીસ સ્ટાફ દ્વારા સાણંદ, ચાંગોદર, જીઆઇડીસીના અલગ અગલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી ગત 1થી 31 મે દરમ્યાન દુકાનોમાં, લારીઓ ઉપર ભીડ ભેગી કરી, ખાનગી વાહનોમાં ખીચોચીચ મુસાફરો બેસાડી સોશિયલ ડિસ્ટન્સ ન રાખી જાહેરનામાંનો ભંગ કરનારા 170 જેટલા લોકો સામે જાહેરનામાં ભંગ કરવા બદલ ગુનો નોંધયો છે.

જેમાં સાણંદ શહેરમાં 44 લોકો, ચાંગોદર વિસ્તારમાં 67 લોકો તેમજ સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં 59 લોકોએ સોશિયલ ડિસ્ટન્સ ન રાખી જાહેરનામાંનો ભંગ કરતા પોલીસે આવા લોકોને કાયદાના સાણસામાં લીધા છે. તેમજ વેપારીઓ અને શહેરીજનોને પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માસ્ક પહેરવા અપીલ કરાઈ છે. નાગરિકો નહીં સુધરે તો કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...