તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતનો ભય:સાણંદ હાઈવે પર ગાયોનો અડ્ડો, લોકો અને વાહનચાલકો ત્રસ્ત

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાણંદ હાઈવે પર  ગાયોનો અડ્ડો જમાવતા અકસ્માતનો ભય. - Divya Bhaskar
સાણંદ હાઈવે પર ગાયોનો અડ્ડો જમાવતા અકસ્માતનો ભય.
  • તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી લોકમાગણી
  • રોડ પર ગાયોના અડિંગાથી અકસ્માત સર્જાય છે

ચોમાસાની ઋતુ ચાલુ થતા જ સાણંદ શહેરમાં આવેલ હાઇવે પર ગાયો અડિંગો જમાવી બેસી જાય છે. રસ્તા પર ગાયો બેસી જવાના કારણે અકસ્માત સર્જાવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ગાયોને રસ્તા પરથી દૂર કરવા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે. સાણંદમાં હાઇવે પર બેઠેલી ગાયોની ભરમાર જોવા મળે છે અનેક અકસ્માત થવા છતા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

સાણંદ –વિરમગામ હાઈવે જે સ્ટેટ હાઈવે છે અને રાજ્ય સરકારે આને માળિયા હાઈવે તરીકે ડેવલપ કર્યો છે આમ છતાં સાણંદ શહેરના હાઇવે પર આવેલ વાઘેલા બોર્ડિંગ આગળ, ગઢિયા ચાર રસ્તા, નળ સરોવર ત્રણ રસ્તા, બસ સ્ટેશન પાસે છેલ્લા અઠવાડિયાથી પશુઓનો અડીંગો છે.

મોટી સંખ્યામાં પશુઓ આ હાઇવે ઉપર એવો અડીંગો રોજ રોજ જામે છે રાહદારીઓ અને વાહન ચાલકોને નીકળવામાં મુશ્કેલીઓ પડી રહી છે જેને લીધે અકસ્માત સર્જાય છે. સાણંદના રહીશો દ્વારા પશુઓને તાત્કાલિક દુર કરી કાર્યવાહી કરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...