કોરોના વાઇરસ:સાણંદના મોરૈયા ગામે 26 વર્ષીય મહિલાનો કોરોના પોઝિટિવ કેસ

સાણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ વિસ્તારમાં કુલ કેસની સંખ્યા 21

સાણંદ તાલુકામાં  કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે. સાણંદના મોરૈયા ગામે 26 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બુધવારે આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાણંદ તાલુકાના મોરૈયા ગામે  કેશરસીટી રેસીડેન્સીના જી  વિભાગમાં પરિવાર સાથે રહેતી 26 વર્ષીય મહિલાને એક મહિના પહેલા આંખમાં ઇજા થતા સારવાર માટે સોલા સિવિલ બાદ તેઓ નગરી હોસ્પિટલ ખાતે મહિલાનું ઓપરેશન કરવાનું હોવાથી ઓપરેશન પહેલા કોરોના કોરોના વાઇરસના ટેસ્ટ માટે સેમ્પલ લીધા હતા જે રિપોર્ટ પોઝિટિવ આવતા સાણંદ આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે મહિલાને સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાયો તેમજ મહિલાના 5 પરિવારજનોને હોમ કોરેન્ટાઇન કરાયા છે. આરોગ્ય વિભાગે અન્ય તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ શરુ કર્યો છે. બીજી તરફ સાણંદ સીટીમાં 7 કેસ અને તાલુકામાં 14 કેસ એમ કુલ કેસ ની સંખ્યા 21 થવા પામી છે. જેને લઈને સ્થાનિકો, આરોગ્ય વિભાગ, વહીવટી તંત્રમાં ચિંતા વધારો થવા પામ્યો છે.ત્યારે આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થતા અટકાવવા માટે લોકોને મોઢા ઉપર માસ્ક પહેરવું તેમજ સતર્ક રહેવું જરૂરી બને છે.

અન્ય સમાચારો પણ છે...