ઉજવણી:સાણંદનાં ગામોમાં સંવિધાન શક્તિ દિન તરીકે ઉજવાશે

સાણંદ,માંડલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ તાલુકાના 24 ગામોમાં ફરી લોકોને ઉજવણી કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા

અમદાવાદના સાણંદના નાની દેવતી ગામે દલિત શક્તિ કેન્દ્ર અને નવસર્જન ટ્રસ્ટ દ્વારા ગુજરાતના 6 હજાર ગામો સહિત ભારત ભરના 15 રાજ્યોના ચૌદ હજાર ગામોમાં તા. 26ના રોજ 72માં બંધારણ દિનને સંવિધાન શક્તિ દિન તરીકે ઉજવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંગે સંવિધાનશક્તિ યુગની સમજ અંગેની માહિતી આપવા સ્થાપક માર્ટિનભાઈ મેકવાન દ્વારા 30 હજાર પેપ્લેટ ભારત ભરમાં વિતરણ કરવામાં આવ્યા છે.

સાણંદ તાલુકામાં સંવિધાન શક્તિ યુગના વધામણાં કરવા તા.26ના રોજ સંવિધાન શક્તિ દિન ઉજવણી કરવા નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચના અગ્રણીઓ કિરીટ રાઠોડ (વિરમગામ), આલજીભાઈ રાઠોડ (હાસલપુર), સુરેશભાઈ ચાવડા( છારોડી), રમીલાબેન પરમાર, કાંતિલાલ પરમાર(અમદાવાદ), નવઘણ પરમાર (જખવાડા) દ્વારા સાણંદના મોતીપુરા, ચરલ, કુવાર, મેલાસણા, રેથલ, બકરાણા, ખોરજ, ઝોલપુર, દદુકા, છારોડી ગામો સહિત 24થી વધારે ગામોમાં યુવાનો, વડીલો, માતાઓ, બહેનો સાથે મિટિંગ કરીને સંવિધાનના હક્ક અધિકાર અને ઉજવણીની સમજ આપીને સાણંદના ગામોમાં ઘરે ઘરે સર્વ સમાજ દ્વારા સંવિધાનશક્તિ યુગના વધામણાં કરવા તા. 26 શુક્રવારના રોજ ઉજવણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...