ચક્કાજામ:હેડ ક્લાર્કની પરીક્ષાના ફૂટેલા પેપરના વિરોધમાં સાણંદમાં કોંગ્રેસના દેખાવ, ચક્કાજામ કરાયો

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે હરકતમાં આવી કોંગ્રેસના 35 કાર્યકરોની અટકાયત કરી દેખાવ કાર્યક્રમ અટકાવ્યો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સરકારી પરીક્ષાઓના પેપર ફૂટવાની ઘટનાઓનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે 2 વર્ષના લાંબા સમયગાળા બાદ લેવાયેલ હેડકલાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા પરીક્ષા રદ થતા અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થયા છે

ત્યારે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એસ ટી સ્ટેન્ડ નજીક આવેલ ડો આંબેડકરના પૂતળા પાસે બોર્ડ , બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે જીલ્લા કોગ્રેસ ના પ્રમુખ પંકજસિંહ વાઘેલા ધંધુકાના ધારાસભ્ય,રાજુભાઇ ગોહિલ જીલ્લા પંચાયત વિપક્ષ નેતા અમરસિંહ સોલંકી જીલ્લા યુવા કોગ્રેસ પ્રમુખ હાર્દિકસિંહ દાયમા સાણંદ તાલુકા કોગ્રેસ પ્રમુખ રમેશભાઈ કો પટેલ શહેર કોગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ ઝાલા ધંધુકા શહેર કોગ્રેસ પ્રમુખ બાબાભાઈ દેસાઈ વિરમગામ શહેર કોગ્રેસ પ્રમુખ સુધીરભાઈ રાવલ જિલ્લા એસ.સી સેલ ના ચેરમેન હરીશભાઈ પરમાર સહિતના લોકોની અટકાયત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...