કાર્યવાહી:પ્રિયંકા ગાંધીની ધરપકડથી કોંગ્રેસ લાલઘૂમ : સાણંદમાં 15ની અટક

સાણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરપ્રદેશમાં થયેલી ધરપકડ અને પોલીસની ગેરવર્તણૂકનો વિરોધ કરવા એકઠાં થયા હતા

ઉતરપ્રદેશમાં કોગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીની ગેરકાયદેસર ધરપકડ અને પોલીસના ગેરવર્તણુંકને પગલે કોંગ્રેસ લાલઘૂમ થઇ છે અને આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે સાણંદમાં ડો આંબેડકર ચોક પાસે જીલ્લા કોંગ્રેસ દ્વારા દેખાવો તથા સુત્રોચ્ચાર કરી હાઇવે ચક્કાજામનો પ્રયાસ કરાતા પોલીસે 15 કોંગ્રેસીની અટકાયત કરી હતી .

કોંગ્રેસના કાર્યક્રમને પગલે સાણંદ એસ ટી સ્ટેન્ડ નજીક ડો. આંબેડકર ચોકમાં અમદાવાદ જિલ્લા કોગ્રેસ ના પ્રમુખ પંકજસિંહ વાઘેલા પ્રદેશ મંત્રી કાન્તીભાઈ પ્રજાપતિ સાણંદ તાલુકા કોગ્રેસ નાં પ્રમુખ રમેશભાઈ કો પટેલ શહેર કોગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ ઝાલા જીલ્લા બક્ષીપંચ પ્રમુખ નાનુભાઇ મકવાણા જીલ્લા સદસ્ય કાન્તીભાઈ કો પટેલ મહેશભાઈ વટામણ ધોળકા તાલુકા કોગ્રેસ પ્રમુખ નરેશભાઈ મહિલા કોગ્રેસ પ્રમુખ હંસાબેન જીલ્લા કોગ્રેસ મહામંત્રી ભરતભાઈ પટેલ જીલ્લા કોગ્રેસ મંત્રી અજીતસિંહ સોલંકી તાલુકા બક્ષીપંચ પ્રમુખ મહાદેવભાઈ યુવા કોગ્રેસ અગ્રણી સચીનભાઈ ઝોલાપુર તાલુકા પંચાયત સભ્ય સર્વ કિસ્મતભાઈ, ગૌતમભાઈ,મનુભાઈ ગોહિલ, નગરપાલિકાના સભ્ય ચંદ્રકાંતભાઇ દિનેશભાઈ ઠાકોર, જીતેન્દ્રસિંહ વાઘેલા (કોષાધ્યક્ષ) સંગઠન મંત્રી રમેશભાઈ પરમાર સંતોષ વાણીયા, ફકીરભાઈ મીર, વનરાજસિંહ વાઘેલા, કિરીટસિંહ રાણા, સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...