પ્રતિષ્ઠા મહોત્સવ:સનાથલ ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ

સાણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંબા માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી સંપન્ન થયો

સાણંદના સનાથલ ગામે અંબા માતાજીનો ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી સંપન્ન થયો હતો. સનાથલ ગામે સાણંદ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન કાનજીભાઈ પરબતસિંહ ચૌહાણ પરિવારના યજમાન પદે યોજાયેલા અંબા માતાજીના ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહા યજ્ઞ , શોભા યાત્રા, માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા, મહાઆરતી જેવા પ્રસંગો શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયા હતા.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ધારાસભ્ય કનુભાઈ પટેલ, એડીસી બેંક ડીરેક્ટર અમરસંગ ચૌહાણ તથા યજમાન પરિવારના કાનજીભાઈ ચૌહાણ, ભગવતસિંહ ચૌહાણ, રઘુવીરસિંહ ચૌહાણ, રામચંદ્રસિંહ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ ચૌહાણ સહિત અગ્રણી ગ્રામજનો, સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો. સમસ્ત સુંદર આયોજન કાનજીભાઈ પરબતસિંહ ચૌહાણ પરિવાર દ્વારા સફળતા પૂર્વક કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...