તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:સાણંદની APMC માર્કેટમાં ઓફિસ ગોડાઉનનાં તાળાં તૂટતાં ફરિયાદ, અગાઉ માર્કેટયાર્ડના ગોડાઉનમાં ચોરી થઇ હતી

સાણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને ચૂકવવાના રૂ.2.57 લાખની ચોરી થતાં વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

સાણંદના એપીએમસી માર્કેટના ભાડે આપેલ અલગ અગલ ઓફીસ અને ગોડાઉનના લોક તોડી તિજોરીમાંથી રૂ.2.57 લાખની ચોરી કરી ફરાર થઇ જતા સમગ્ર ઘટનાને લઈને વેપારીએ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ ઓફીસ અને ગોડાઉનમાં ચોરી થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. બનાવની વિગતો અનુસાર અમદાવાદના આનંદનગર ખાતે રહેતા ગૌતમકુમાર શાંતિલાલ ગાંધી સાણંદ એપીએમસી માર્કેટમાં આવેલ ઓફીસ નં 53 ભાડેથી રાખી અનાજના કમીશન એજન્ટ તરીકે વેપાર ધંધો કરે છે. અને ખેડૂતોને ચુકવવા માટે રોકડા નાણા ઓફીસમાં રાખતા હોય છે.

26 ઓગસ્ટે સવારે 9 વાગે તેઓ ઓફિસે ગયા હતા ત્યાં ઓફિસના દરવાજાનું લોક તૂટેલું હતું જેથી તેઓએ ઓફીસમાં જઇ જોયું તો લોખંડની નાની તિજોરી ખુલ્લી હાલતમાં હતી અને જેમાં ખેડૂતોને ચુકવવા માટે મુકેલ રોકડા આશરે રૂપિયા 2.50 હતા નહીં. તેમજ તિજોરીની બહાર કાગળો તેમજ ચેક બુકો બહાર અસ્તવ્યસ્ત હાલતમાં પડેલા હતા. બાદમાં વેપારીએ તેઓની ઓફિસની બાજુમાં તપાસ કરતા ઓફીસ નં 56નો પણ દરવાજો ખુલ્લો હતો. અને તેના વપરાશ કરતા માલિક રાજુભાઈ સૂર્યકાન્તભાઈ ગાધીને જાણ કરતા તેઓ ઓફીસે દોડી આવ્યા હતા. તપાસ કરતા તેઓની તિજોરીનો દરવાજો ખુલ્લો હતો.

તેમાંથી પણ રોકડા રૂપિયા 3500 ન હતા, તેમજ એપીએમસીના કમ્પાઉન્ડમાં આવેલા ગોડાઉનનો પૈકી ગોડાઉન નં.107 જલારામ ટ્રેડીંગ નામના માલિક કુશરાજ રાઠીનું ગોડાઉનનું શટર તોડી રૂ. 4000 રોકડાની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ જવા પામ્યા હતા.

આમ સાણંદ એપીએમસી માર્કેટની ભાડે આપેલી અગલ અગલ ઓફીસો અને ગોડાઉનના લોક તોડી કુલ રોકડ રૂ.2,57,500ની અજાણ્યા ચોર ઈસમો 25 ઓગસ્ટના બપોરે એક કલાકથી 26 ઓગસ્ટના સવારે 9 દરમ્યાન ચોરી કરી ફરાર થઇ જવા જતા સમગ્ર ઘટનાને લઈને વેપારીએ સાણંદ ગૌતમકુમાર શાંતિલાલ ગાધીએ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોરી ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાણંદના એપીએમસી માર્કેટમાં અનેક ગોડાઉન અને ઓફિસોમાં ચોરી થતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ પેટ્રોલિંગ વધારવા માગણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...