તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતર ખેડવા બાબતે બબાલ:જાનથી મારી નાખવાની ધમકી આપનારા 3 વિરુદ્ધ ફરિયાદ

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાણંદ નળસરોવર રોડ ઉપર આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા ખેડૂતના ખેતરમાં ચાલતું ખેડાણ બંધ કરાવી બાજુના ખેતરના માલિકોએ જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ રવિવારે સાણંદ નળસરોવર રોડ ઉપર આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ રણછોડભાઈ પટેલના નળસરોવર રોડ ઉપર આવેલ ખેતરમાં તેમના માણસ નવઘણભાઇ ઠાકોર ખેડાણ કરી રહ્યા હતા અને પ્રવીણભાઈ તથા તેમના ભાઇ સતિષભાઈ પણ ખેતરે હાજર હતા ત્યારે બાજુના ખેતરના હિમ્મતભાઈ રમેશભાઈ ચુનારા, સુરેશભાઈ રમેશભાઈ ચુનારા અને ચંચળબેન રમેશભાઈ ચુનારા આવેલ અને નવઘણભાઈને ખેડાણ બંધ કરાવેલ અને હિમ્મતભાઈએ પોતાનું ટ્રેક્ટર લઇ પ્રવીણભાઈના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ખેડાણ કરવાનો પ્રયત્ન કરી જેમ ફાવે તેમ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પ્રવીણભાઈએ ઉપરોક્ત ત્રણેય ઈસ્માઓ નામે હિમ્મતભાઈ રમેશભાઈ ચુનારા , સુરેશભાઈ રમેશભાઈ ચુનારા અને ચંચળબેન રમેશભાઈ ચુનારા વિરુદ્ધ સાણંદ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

અન્ય સમાચારો પણ છે...