રક્તદાન શિબિર:એડીસી બેંકના રક્તદાનમાં 101 બોટલ રક્ત એકત્ર

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાની મંડળીઓ દ્વારા 20 હજાર વૃક્ષોનું વાવેતર કરી જતન કરાશે

અમદાવાદ જીલ્લાની અગ્રેસર સહકારી બેંક અમદાવાદ ડીસ્ટ્રીકટ બેંક દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિન તેમજ સામાજિક ઉત્તર દાયીત્વના ભાગરૂપે બેન્કના ચેરમેન અજયભાઈ પટેલ અને બોર્ડ ઓફ ડીરેક્ટર્સ દ્વારા બેંક સાથે સંકળાયેલા જીલ્લાના જુદા જુદા ગ્રામ્ય મથકોએ ૨ લાખથી વધુ વૃકાહ્સોનું વાવેતર તેમજ જીલ્લાના જુદા જુદા 14 મથકોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે સાણંદ એડીસી બેંક દ્વારા એપીએમસી ખાતે મહા રક્તદાન શિબિર યોજાયો હતો.

જેમાં ઉત્સાહ પૂર્વક 101 બોટલ રક્તદાન થયું હતું જેમાં એડીસી બેંક ડીરેક્ટર અમરસંગ ચૌહાણ (સનાથલ) , ધારાસભ્ય કનુભાઈ પટેલ , પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી , એપીએમસી ચેરમેન ખેંગારભાઈ સોલંકી, દિલીપસિંહ બારડ, જિલ્લા પંચાયતના સદસ્ય દયારામ ભાઈ પટેલ જિલ્લા સદસ્ય ભરતભાઈ ગોહેલ , બેંક મેનેજર અર્જુનભાઈ પટેલ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...