પશુનું વેક્સિનેશન કરવા માગ:સાણંદમાં રખડતાં 3 જેટલાં પશુમાં લમ્પી વાઈરસ હોવાની શહેરીજનોમાં આશંકા

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર તપાસ કરી રખડતાં પશુનું વેક્સિનેશન કરે તેવી લોકોએ માંગ કરી

રાજયના અમરેલી, પોરબંદર, જામનગર, મહીસાગર સહિતના જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસો નોંધાઈ ચૂક્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં પણ લમ્પી વાયરસની આશંકા શહેરીજનોએ વ્યક્ત કરી છે. છેલ્લા 4 દિવસ અગાઉ સાણંદ શહેરમાં હાઇવે પર રખડતી 3 જેટલી ગાયોમાં લમ્પી વાયરસના શંકાસ્પદ કેસ હોવાની આશંકા જાગૃત શહેરીજનોએ વ્યક્ત કરી હતી. જે અંગે જિલ્લા અને સ્થાનિક તંત્ર જાણે અજાણ હોય તેમ લોકોને લાગી રહ્યું છે.

ખાસ કરીને બસ સ્ટેશન પાસે, નળ સરોવર ત્રણ રસ્તા, ગઢિયા ચાર રસ્તા, વાઘેલા બોર્ડિંગ પાસે, સોમનાથ બસ સ્ટેશન નજીક, એકલિંગીજી રોડ સહિત અગલ અલગ વિસ્તારમાં રખડતી ગાયો હોય છે. એક તરફ રાજ્યના અન્ય જિલ્લામાં લમ્પી વાઇરસે ભરડો લીધો છે ત્યારે સાણંદમાં આ વાઈસરની માર્ગદર્શિકા અંગેની જાણકારી ન તો પશુપાલકો અને લોકોમાં છે.

વળી રાજ્યમાં જે રીતે કેસો વધી રહ્યા છે તેને જોતાં લાગી રહ્યું છે કે રખડતા પશુઓ અન્ય પશુઓને પણ સંક્રમિત કરી શકે છે. આ રખડતા પશુઓ મોટા ભાગે એક જુથમાં સાથે રહેતા હોય છે તેવામાં વાયરસ વધુ ફેલાય અને અન્ય પશુઓને પણ સંક્રમિત થવાની શક્યતાઓ રહેલી છે. આ અંગે જિલ્લા અને સાણંદનું તંત્ર જલ્દીથી રખડતા પશુઓને પકડીને તેનું વેક્સિનેશન કરે તેવી લોકોએ માંગ કરી છે અને સાણંદમાં આ પશુમાં રોગ આવે તે પહેલા જ અટકી શકે છે.

અન્ય સમાચારો પણ છે...