વિરોધ:સાણંદમાં કોંગ્રેસેના કાર્યકરોનો ચક્કાજામનો પ્રયાસ, 6ની અટક

સાણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં પેટ્રોલ ડિઝલના વધતા ભાવ સામે
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેક્રેટરી સહિત શહેર પ્રમુખે પેટ્રોલ પંપ ખાતે જઈ વિરોધ નોંધાવ્યો, અટક બાદ છૂટકારો થયો

દેશમાં વધતા જતા પેટ્રોલ ડીઝલના વધતા ભાવ સામે કોંગ્રેસે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ જીલ્લાના સાણંદ શહેરમાં કોંગ્રેસે સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેક્રેટરી સહિત શહેર પ્રમુખે પેટ્રોલ પંપ ખાતે જી વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈને સાણંદ પોલીસે તેઓની અટકાયત કરી હતી. શુક્રવારે સવારે 10.15 કલાકે સાણંદ શહેરના બસ સ્ટેશન નજીક આવેલ એચ.પી.પેટ્રોલપંપ ખાતે કાંતીભાઇ જે પ્રજાપતિ સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, સાણંદ શહેર પ્રમુખ અરવિંદસિંહ ઝાલા, શક્તિસિંહ ઝાલા ઉપપ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો પ્લે કાર્ડ લઇ એકત્રિત થઇ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

તેમજ પેટ્રોલ પંપ સામે હાઇવે ઉપર જઈ કોંગ્રેસના આગેવનો, કાર્યકરો સૂત્રોચ્ચાર કરી હાઇવે ચક્કાજામ કરવાનો પ્રયત્ન કરતા ત્યાં હાજર સાણંદ પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાંતીભાઇ જે પ્રજાપતિ, રમેશભાઇ હરીભાઇ પરમાર, અરવિંદસિંહ ઝાલા, અમિતસિંહ દશરથસિંહ જાદવ, શક્તિસિંહ જે ઝાલા, કેતનભાઇ એન વૈધની અટકાયત કરી સાણંદ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ થોડાક સમયમાં તેનોને પોલીસે મુક્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...