તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિશ્વ ટી.બી.દિવસની ઉજવણી

સાણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્કશોપ તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

લ્લા વિકાસ અધિકારી અમદાવાદના સીધા માર્ગદર્શન હેઠળ હાલની કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરદાર પટેલ હોલ જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે 24 માર્ચ વિશ્વ ટી.બી.દિવસની ઉજવણીના ભાગરૂપે વર્કશોપ તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ વર્ષના સૂત્ર ‘ટીબી હારેગા દેશ જીતેગા’ ‘મુક્ત ભારત’ની પરિકલ્પનાને સાકાર કરવા અને જન આંદોલનનાં ભાગરૂપેજિ.વી.અધિકારીશ્રી અરુણ મહેશબાબુએ જણાંવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દેશમાંથી વર્ષ 2025 સુધીમાં ટી.બી.નાબુદ કરવાનો મહત્વકાંક્ષી લક્ષ સાથે ટી.બી.મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી છે.

વિશ્વ સ્વાસ્થ સંગઠનની વર્ષ 2030 સુધીના સમય મર્યાદાની 5 વર્ષ પહેલા ભારત દેશમાંથી ટી.બી.નાબુદ કરવાનો છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમેશભાઈ મકવાણાએ જણાવેલ કે વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે આપને સૌ સાથે મળીને વડાપ્રધન નરેન્દ્ર મોદીના 2025ના એન્ડ ટી.બી.ના સ્વપ્નને સાકાર કરવા સૌ સંકલ્પ કરીએ. ઉપરોક્ત કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમાર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પાબેન યાદવ, આર.સી.એચ.ઓ. ગૌતમ નાયક, ડી.ટી.ઓ. ડો.દીક્ષિત કાપડિયા.ઈ.એમ.ઓ. ડો.ચિંતન દેસાઈ ડી.એમ.ઓ. નરેન્દ્રસિંહ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો