તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LCBની કાર્યવાહી:બેંકમાં લોનના હપ્તા ન ભરતા અમેરિકન નાગરિકને ધમકી આપી પૈસા પડાવતું કોલ સેન્ટર ઝડપાયું

સાણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદના વાસણા ઇયાવાની ઘટના : અમેરિકન ડોલર મેળવવા ગુગુલ પ્લેના કાર્ડ ખરીદ કરાવડાવી નાણા આંગડિયા મારફતે મેળવતા
  • અમદાવાદ ગ્રામ્ય એલસીબીની કાર્યવાહી, 10 શખ્સો સામે પોલીસ ફરિયાદ, લોકોને પોલીસની ધમકી પણ આપતા

રાજ્યના મોટા શહેરોમાંથી અમેરિકાના નાગરીકોએ લોન લઇ હપ્તા ન ભરેલા હોય તેવા લોકોને બેંક એકાઉન્ટ બંધ કરી દેવાની અને પોલીસ કેસ કરવાની ધમકીઓ આપી આપી પૈસા પડાવતું કોલ સેન્ટર અગાઉ ઝડપાયા છે. ત્યારે હવે સાણંદના ગ્રામ્ય વિસ્તારમાંથી કોલ સેન્ટર ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. સાણંદના વાસણા ઇયાવા પાસેના નટરાજ એસ્ટેટમાં અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડવાતું કોલસેન્ટર અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે ઝડપી લીધું છે. પોલીસે 19 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી 22.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

શુક્રવારે રાત્રે 10-15 કલાકે અમદાવાદ ગ્રામ્ય એલસીબીને બાતમી મળેલ કે વીકી કિરીટ પ્રજાપતિ (રહે.મેમનગર અમદાવાદ) અને ભાવેશ રાજેશ ઠક્કર (રહે.સેટેલાઈટ અમદાવાદ મૂળ રહે. ધાંગધ્રા સુરેન્દ્રનગર) બન્ને સિમો ભાગીદારીમાં સાણંદના વાસણા ઇયાવાના નટરાજ ઇન્ડ.એસ્ટેટના 19એ નો શેડ ભાડે રાખી તેમાં પોતાના મળતિયા માણસો મારફતે અમેરિકા દેશ ખાતે રહેતા રહીસો કે જેઓએ અમેરિકન બેંકમાંથી લીધેલ લોનના નાણાના હપ્તા ભરપાઈ કરેલ ન હોય તેવા અમેરિકન નાગરિકોની લીડ ડેટા માહિતી મેળવી તેઓને હપ્તા ભરપાઈ નહી કરે તો બેંક એકાઉન્ટ બંધ કરી નાખવાની તેમજ પોલીસ કેસ કરવા અંગેની ધમકીઓ મોબાઈલથી અમેરિકા દેશમાં વસતા નાગરિકોને આપી તેઓને ડરાવી ધમકાવી નાગરિકોને લોન સમાધાન પેટે નાંણા આપવાની બેંક એકાઉન્ટ ચાલુ રહેશે અને પોલીસ કેસ નહી થાય તેમજ જણાવી અમેરિકન નાગરિકો પાસેથી અમેરિકન ડોલર પેટે ચલણી નાંણા મેળવવા એપલ ટાર્ગેટ અને ગુગલ પ્લેના કાર્ડની અમેરિકન નાગરિકો પાસે ખરીદી કરાવડાવી તેનો નંગ મેળવી તેની પ્રોસેસ કરવી નાંણા અલગ અલગ આંગડીયા પેઢીઓ મારફતે મેળવી અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડાવવાની પ્રવૃત્તિ કરે છે.

જેથી અમદાવાદના ગ્રામ્ય એલસીબી પી.આઈ એચ.બી ગોહિલ, પીએસઆઈ જે.યુ.કલોત્રા, પીએસઆઈ આર.જી ચૌહાણ અને પોલીસ ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરી વીકી કિરીટ પ્રજાપતિ(મેમનગર અમદાવાદ), ભાવેશ રાજેશ ઠક્કર(સેટેલાઈટ), નમન સંજય ઠક્કર(સેટેલાઈટ), શાહરુખ ગફાર શેખ(સરખેજ મૂળ રાણપુર બોટાદ), ઉમંગ રાજેન્દ્ર મોર્ય(શેલા મૂળ ઉત્તરપ્રદેશ), ચેતન ભવાનીસિંહ રાજપૂત(વસ્ત્રાલ મૂળ જયપુર રાજસ્થાન), શાહરૂખ યુસુફ શેખ (વટવા), કરણ હેમાનાથ અધિકારી (સાણંદ મૂળ મુંબઈ), સૈજરાજ મનુ ચાવડા(મેમનગર), નિશ્ચય નરેન્દ્ર શર્મા(ઈશનપુર), નાઝીમ નાસર બેલીમ(કપડવંજ), અબ્દુલહનીફ અબ્દુલવાહિદ મેવાતી (રામોલ અમદાવાદ), અજય વાસુદેવ ચૌહાણ (વટવા અમદાવાદ), મનોહર હરીદત્ત પાંડે(ઉત્તરાખંડ), શુભમ દેવમન રાઉત(વેજલપુર અમદાવાદ), અજય રામનીવાસી શર્મા(વેજલપુર), ગ્લેન ઓસ્કર કોરિયા(મુંબઈ), પ્રીતેશ સુરેશ દક્ષિણી(ધાંગધ્રા) કુલદીપ મંગલેશ બારોટ(દરિયાપુર અમદાવાદ)ને પોલીસે ઝડપી લીધા હતા.

રેડ દરમ્યાન પોલીસે કમ્પ્યુટર, લેપટોપ, રોકડ, મોબાઈલ, 9 વાહનો મળી કુલ કીં.રૂ.22,50,350નો મુદ્દામાલ જપ્ત કરી કુલ 19 શખ્સો વિરૂદ્ધમાં સાણંદ પોલીસમાં ગુનો નોંધાયો છે.એલસીબીને ટીમે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટુ કોલ સેન્ટર પકડી પાડતાં ચકચાર મચી છે. અમદાવાદ શહેરમાં પોલીસના દરોડાના પગલે અમદાવાદમાં જ રહેતા લોકોએ એસ્ટેટમાં ભાડે જગ્યા રાખી કોલ સેન્ટર ચાલું કર્યું હતું. જેને અંતે પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...