તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સાણંદમાં ધંધા રોજગાર હવે સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે

સાણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝ જેવા નિયમોનું પાલન કરવા તંત્રની અપીલ

રાજ્ય સહિત હાલ સાણંદમાં પણ કોવિડ-19ના કેસો નોંધપાત્ર ઘટાડો થતા સોમવારે સાણંદ પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ અને વિવિધ વેપારી એસોસિએશન પ્રમુખોની ઉપસ્થિતીમાં મીટીંગ યોજાઈ હતી. જેમાં 1થી 15 જૂન એટલે કે 15 દિવસ સુધી સાણંદમાં તમામ દુકાનો, નાના મોટા ધંધા સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

કોરોનાના કેસો ઘડો નોંધાતા આ મીટીંગમાં ઉપસ્થિત વેપારી મંડળ અને લોકોના મંતવ્યો અને આ ચર્ચા વિચારણા બાદ તંત્રે સાણંદ શહેરમાં 1થી 15 જૂન સુધી રાબેતા મુજબ સવારે 6થી સાંજે 7 સુધી દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. હવેથી સાણંદમાં ધંધા રોજગાર સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટ અપાઈ છે જેને લઈને નાના મોટા ધંધા રોજગાર તેમજ વેપારીઓ રાહતની લાગણી ફેલાઈ છે. વેપારીઓ તેમજ શહેરીજનોને સોસીયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝર જેવા નિયમોનું પાલન કરવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...