તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહનો અંત:આધુનિક ઇન્ફાસ્ટ્રક્ચરથી બસ સ્ટેન્ડ 4.21 કરોડના ખર્ચે તૈયાર

સાણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસ સ્ટેન્ડ ક્યારે ખુલ્લુ મુકાશેની રાહનો અંત આવ્યો
  • સાણંદ બસ સ્ટેશનનું CMએ ઈ-લોકાર્પણ કરી ખુલ્લું મુક્યું

સાણંદની પ્રજા નવનિર્મિત બસ સ્ટેશન લોકાર્પણ ક્યારે થશે તેની ક્યારની રાહ જોતી હતી તે દિવસ અંતે શુક્રવારે આવ્યો હતો. સાણંદ બસ સ્ટેશનનું રાજ્યના મુખ્યમંત્રીએ ઈ લોકાર્પણ કરી ખુલ્લું મુક્યું હતું. કાર્યક્રમમાં ગૃહમંત્રી, ધારાસભ્ય સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાણંદ બસ સ્ટેશન 4.21 કરોડ ના ખર્ચે તૈયાર કરાયું હતું. જેનું લોકાર્પણ શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી સવારે 10 કલાકે ઈ-લોકાર્પણ કર્યું હતું. સાણંદ બસ સ્ટેશનના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાણંદ-બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, સાણંદ શહેર અને તાલુકા પ્રમુખ, સાણંદ પ્રાંત અધિકારી,ડીવાયએસપી, ટીડીઓ સહીત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ બાદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નવનિર્મિત સાણંદ બસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. બીજી તરફ સાણંદ બસ સ્ટેશન ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...