તાલુકા પેન્શનર મંડળની માંગણી:સાણંદમાં લાઇટબિલ કલેક્શન માટે નવાં સેન્ટર બનાવો

સાણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાણંદ તાલુકા પેન્શનર મંડળે સાણંદ શહેરમાં લાઇટ બીલ સ્વીકારાય તે માટે સાણંદ યુજીવીસીએલને લેખતીમાં માગ કરી છે. અગાઉ સાણંદ શહેરના અનેક જાગૃત નાગરિકોએ આ અંગે યુજીવીસીએલ તંત્રને રજૂઆત કરવા છતાં સાણંદ શહેરમાં લાઇટ બીલનો સ્વીકારાય તેવી કોઈ પણ વ્યવસ્થા ઊભી કરી નથી. જેને લઈને યુજીવીસીએલ તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

દિનપ્રતિ દિન સાણંદ શહેરમાં વિકાસની સાથે સાથે વસ્તીની દષ્ટિએ પણ ઘણો વધારો થવા પામ્યો છે. શહેરના કડી રોડ ઉપર આવેલ સાણંદ શહેરની યુજીવીસીએલ ઓફિસ પણ ગામના છેવાડે આવેલ છે. જેને લઈને શહેરના અલગ અલગ વિસ્તારમાથી લોકોને લાઇટ બીલ ભરવા છેક 3થી 3 કિમી દૂર સુધી જ્વું પડી રહ્યું છે.

સાણંદ તાલુકા પેન્શનર મંડળ દ્વારા સાણંદ યુજીવીસીએલને લેખિતમાં રજૂઆત કરી છે કે સાણંદ શહેરમાં લાઇટ બીલ ભરવાં તે મોટાભાગે સિનિયર સીટીઝન કે પેન્શનરો યુજીવીસીએલ ખાતે ભરવા આવે છે ત્યારે લાઈનો હોવાના કારણે ખૂબ જ મુશ્કેલી પડે છે ઉપરાંત સાણંદ ગામ કોઈ બેન્કમાં લાઇટ બીલ ભરાય તેવી વ્યવસ્થા પહેલા હતી તે ચાલુ કરવા માંગ કરી છે.

નોંધપાત્ર છે કે અગાઉ સાણંદ શહેરમાં લાઇટ બીલનો ખાનગી બેન્ક અને ઓફિસમાં સ્વીકાર કરવામાં આવતો હતો, પરંતુ કોઈ કારણોસર આ સુવિધા બંધ થતાં શહેરીજનોને છેક ગામના છેવાડે આવેલ ઓફિસે જવા મજબૂર થયા છે.

અન્ય સમાચારો પણ છે...