શિયાળો શરૂ થયાની સાથે સાણંદ વિસ્તારમાં ફરી એક વખત તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. અગાઉ શહેરમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી, મોબાઈલની ઉઠાંતરી, સાયલેન્સ વગેરેની ચોરીની ઘટના બની ચૂકી છે. ત્યારે શુભમ, અષ્ઠવિનાક, એકલિંગીજી રેસિડેન્સી 2ના ફલટોમાં ચોર ટોળકીએ 3 મકાનના તાળાં તોડી સોના ચાંદીના દાગીના મળી રૂ.3.87 લાખની ચોરી કરી ફરાર થયા હોવાના સીસીટીવી ફુટેજ વાઇરલ થયા છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાણંદ શહેરમાં શુભમ ૧ ઇ 201 ફ્લેટમાં રહેતા પ્રદીપસિંહ મનહરદાન ગઢવી (મૂળ ચેખલા) તેઓના પરિવારજનો સાથે રહે છે.
પરિવારજનો બહાર ગયા હતા અને પ્રદીપસિંહ સાણંદ વાળા મકાનને તાળું મારી ચેખલાથી આપડાઉન કરતાં હતા. ગત 11 ડિસેમ્બરે સાંજે તેઓ ઘરે જતાં મકાનું તાળું તૂટેલું હતું. જેમાં તિજોરીમાથી સોના ચાંદીના દાગીના મળી 3.80 લાખની મત્તાની ચોરી થઈ હતી. ફ્લેટના સીસીટીવીમાં રાત્રે 03:28 વાગ્યે 4 ચોર દેખાયા હતા.
જ્યારે અષ્ટવિનાયક ફ્લેટમાં અર્પણ જગદીશભાઈ સોની અને એકલિંગીજી રેસિડેન્સી 2માં રહેતા રોનકભાઈ ભરતભાઈ ધોબીના મકાનમાં ચોરી થતાં સમગ્ર ઘટના અંગે સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. સાણંદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાહનની ઉઠાંતરી, મોબાઇલ ચોરી વગેરે કરતી ગેંગ હાલ સક્રિય છે. અને ગેંગ સાણંદ પોલીસની પકડ બહાર છે. ત્યારે આવી ગેંગને ઝડપીથી પકડી લેવા તેમજ સાણંદમાં રાત્રિના સમયે ખાસ પોલીસ પેટ્રોલિંગ વધારવા લોક માગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.