અકસ્માત:વાસણા નજીક ખાનગી બસની ટક્કરે બાઈક સવારનું મોત

સાણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક સવારને 108માં હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરાયો

સાણંદ વિરમગામ હાઇવે પાર વાસણા નજીક શુક્રવારે મોડી રાત્રે ખાનગી બસે પાછળથી ટક્કર મારતા બાઈક સવારનું મોત નીપજ્યું હતું જયારે અન્ય એકને સામાન્ય ઈજાઓ થવા પામી હતી . બનાવની સાણંદ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સાણંદના માધવનગર ખાતે રહેતા કમાભાઇ બાવાભાઈ વાણિયા અને તેમના મિત્ર લાલજીભાઈ નરશીભાઈ મકવાણા અજંતા એસ્ટેટમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે

શુક્રવારે બંને મિત્રો નોકરીથી રાત્રે ૧૧-૩૦ કલાકે બાઈક ઉપર પરત ફરી રહ્યાં હતા ત્યારે પાછળથી કોઈ ખાનગી બસ ચાલકે બાઇકને ટક્કર મારતા બંને મિત્રો બાઈક પરથી પડી ગયા હતા જેમાં કામભાઈને શરીરે ગંભીર ઈજાઓ થતા લાલજીભાઈએ ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ દ્વારા કમાભાઈને સારવાર અર્થે સાણંદ સિવિલ ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. ઘટના અંગે સાણંદ પોલીસને જાણ કરતા પોલીસે મૃતક કમાભાઈની લાશને પીએમ માટે સાણંદ સિવિલ ખાતે મોકલી અને અજાણ્યા બસ ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

અત્રે ઉલ્લેખનીય છે સાણંદ વિરમગામ હાઇવે પર અકસ્માતે મોતની આ માસમાં ચોથી ઘટના છે ત્યારે માતેલા સાંઢની માફક દોડતા વાહન ચાલકોને કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. ત્યારે પોલીસની ટ્રાફિક પાંખે આવા ચાલકોને કાયદાનું ભાન કરાવવું જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...