કાર્યક્રમ:નાની દેવતી ગામે દલિત શક્તિ કેન્દ્ર ખાતે આભડછેટ નાબુદી માટે ભીમ રુદન

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતીકરૂપે 1000 કિગ્રા પિત્તળનો સિક્કો બનાવાયો

દલિતશક્તિ કેન્દ્ર નાની દેવતી, સાણંદ ખાતે આભડછેટ નાબુદી અભિયાન અંતર્ગત ભીમરૂદન કાર્યક્રમ યોજાયો હતો. દેશમાં કેટલાક વિસ્તારોમાં આભડછેટ પ્રથા હાલ પણ મૌજુદ છે ત્યારે દલિત શક્તિ કેન્દ્ર નાનીદેવતી દ્વારા આભડછેટ નાબુદી અભિયાનનો સંદેશ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા માટે એક સિક્કાનું નીરામન કરવામાં આવ્યું જે આજે ખુલ્લો મુકાયો હતો. સિક્કાની વિશેષતા એ છે કે આ 1000 કિલોગ્રામના પિત્તળના સિક્કાની એક બાજુ ડો બાબાસાહેબ આંબેડકર બીજી બાજુ તથાગત બુદ્ધના કંડારવામાં આવ્યા છે, જેમાં 2047માં આભડછેટ-મુક્ત ભારતનું સપનું સાકાર થશે કે કેમ? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.

સિક્કો આગામી ઑગસ્ટ મહિનામા અમદાવાદથી દિલ્હી યાત્રા કરી ભારતના રાજદૂતને સોંપવામાં આવશે,ય. સંસદ સભ્યો એમાં પોતાનું સમર્થન આપી ભારતના રાષ્ટ્રપતિને મળીને આભાડછેટ મુક્તિ માટે માંગ કરશે. ભારતના કુલ ૧૪ રાજ્યોનાં લોકોએ એક રૂપિયાના સિક્કાનું દાન આપી દિલ્હીમાં નવા સંસદભવન-નિર્માણ માટે પોતાનું યોગદાન આપ્યું છે.

નવસર્જન ટ્રસ્ટના સંસ્થાપક માર્ટિનભાઈ મેકવાન દ્રારા આ અભિયાનના સંદર્ભ ઉદબોધન કરવામા આવ્યું.જેમાં ગુજરાતના 13 જિલ્લામાંથી 1200 લોકો જોડાયેલ. સાથે રાજસ્થાન, મહારાષ્ટ, છત્તીસગઢથી પણ લોકો જોડાયેલ કાર્યક્રમમાં 13,04,317 એક રૂપિયાના સિક્કા એકત્ર થયા. ગુજરાતમાંથી ૭૫૮ ગામના લોકોએ પિત્તળ અને એક રૂપિયા સિક્કા આપી પોતાનું યોગદાન આપ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...