અભિયાન:અમદાવાદ જિલ્લાના 253 ગામમાં વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે જાગૃતિ કરવા બેનર્સ લગાવાયાં

સાણંદ,વિરમગામ,વહેલાલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મલેરિયા અધિકારી દ્વારા અનોખી રીતે જનજાગૃતિ કરવા અભિયાન હાથ ધરાયું
  • નવરાત્રિ દરમિયાન વિરમગમ, સાણંદ અને વહેલાલ સહિત અનેક ગામોમાં બોર્ડ લાગ્યાં

રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 2022 સુધી ગુજરાત અને 2030 સુધીમા સંપૂર્ણ ભારત મેલેરિયા મુક્ત બને તેવા ઉદેશ્ય સાથે હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન મેલેરિયા શાખા દ્વારા અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેષ પરમાર અને અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસરોના માર્ગદર્શન મુજબ ઝુંબેશના ભાગરૂપે વાહક જન્ય રોગ નિયંત્રણ કામગીરી કરવામાં આવી રહી છે.

નવરાત્રીમાં અમદાવાદ જીલ્લાના 253 ગામમાં નવરાત્રીની ગરબીઓમાં વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે જનજાગૃતિ કરવા માટે બનર્સ લગાડવામાં આવ્યા છે. અમદાવાદ જીલ્લામાં જિલ્લા મેલેરીયા અધિકારી દ્વારા અનોખી રીતે જનજાગૃતિ કરવા અભિયાન હાથ ધરાયુ છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા સહિતના વાહકજન્ય રોગથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. કોઈ પણ તાવ મલેરિયા હોય શકે છે એટલે તાવ આવે તો આરોગ્ય કાર્યકર અથવા તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને લોહીની તપાસ કરાવવી જોઈએ.

પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા જોઇએ. આપને આવેલ તાવ મેલેરિયા કે ડેન્ગ્યુ હોઇ શકે છે એટલે વહેલી તકે આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો. આપના ઘરમાં કે ઘરની આજુબાજુ પાણી ભરેલા પાત્રોનો કાયમી નિકાલ કરવો. જેથી મચ્છર જન્યરોગને આપણે સાથે મળીને અટકાવી શકીએ તેમ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું.

વહેલાલમાં પણ એક તરફ નવરાત્રીના ખેલૈયાઓ નવરાત્રિના તોરણ, ડેકોરેશન, ઢોલ ,મ્યુઝીક લગાવવામાં વ્યસ્ત છે ત્યારે જિલ્લા મેલરીયા વિભાગની ટિમો જિલ્લાના ગામોમાં દિવસે ગામમાં ગરબાના સ્થળોએ પહોંચી મેલેરિયા નિયંત્રણ અંગે બેનર્સ લગાવવા વ્યસ્ત જોવા મળી.

અન્ય સમાચારો પણ છે...