સાણંદ તાલુકાના મોરૈયા ગામની યુવતીને નોકરી દરમિયાન સરખેજના યુવાન સાથે પ્રેમ થયો હતો ત્યાર બાદ બંને કુટુંબી જનોની સહમતીથી સગાઈ નક્કી કર્યા બાદ સરખેજના યુવાને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર શરીર સુખ માણી છ માસ બાદ લગ્ન કરવાની ના પાડતા યુવતીએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચાંગોદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે સાણંદ તાલુકાના મોરૈયા ગામે રહેતી યુવતીને કમ્પનીમાં નોકરી દરમ્યાન સરખેજના યુવક સાથે મિત્રતા બાદ પ્રેમ સબન્ધ બંધાયો હતો બાદમાં બન્નેના કુટુંબીજનોએ પણ સબન્ધને સંમતિ આપી સગાઈ નક્કી કર્યા બાદ યુવકે અવાર નવાર છ માસ સુધી યુવતી સાથે શરીરસુખ માણ્યું હતું બાદમાં એકાએક લગ્ન કરવાની ના પાડી હતી.
જેથી યુવતી સરખેજ ખાતે યુવકના કુટુંબીજનોને મળવા જતા કુટુંબીજનોએ પણ પોતાના પુત્રના લગ્ન તારી સાથે કરવા નથી મરવું હોય તો મરીજા એવુ કહેતા યુવતીને લાગી આવતા ગત 8 ઓગસ્ટ ના રોજ યુવતીએ ફિનાઈલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચાંગોદર પોલિસે આરોપી યુવક વિજય રમેશ પરમાર, તેમજ કુટુંબીજનો પારુલબેન રમેશભાઈ, આનંદભાઈ રમેશભાઈ, વિઠ્ઠલભાઈ તેમજ દિલીપભાઈ રહે સોમનાથ સોસાયટી, ઉજાલા, સરખેજ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.