તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:રણમલગઢ ગામે અદાવતમાં વૃદ્ધ પર બાઈક ચઢાવવાનો પ્રયાસ

સાણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મારી નાખવાની ધમકી આપતા સાણંદ પોલીસમાં ફરિયાદ

સાણંદના રણમલગઢ ગામે રહેતા વૃદ્ધ સાથે તેનોના જ ગામ ઇસમે અદાવત રાખી વૃદ્ધ ઉપર ઇસમે બાઈક નાખી નીચે પાડી જાતિ વિષયક અપશબ્દો બોલો જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર ઘટના અંગે વૃદ્ધે સાણંદ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર વિગતો એવી છે કે સાણંદ તાલુકાના રણમલગઢ ગામે ઠાકોર વાસમાં રહેતા ભૂપતભાઈ મફાજી ઠાકોરના મકાનની આગળ રોડ ઉપર ગટરનું પાણી ભરાતું હોય અને કાંતિભાઈ હરજીભાઈ સેનવા બાઈક લઈને ભૂપતભાઈ મફાજી ઠાકોરના ઘર આગળથી પસાર થતા ત્યારે તે વાતની અદાવત રાખી ભૂપતભાઈએ એકદમ કાંતિભાઈ હરજીભાઈ સેનવા ઉપર બાઈક નાખી નીચે પાડી દેતા મૂઢ ઈજાઓ થઇ હતી. અને જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી બીભત્સ ગાળો બોલતા સમગ્ર ઘટના અંગે કાંતિભાઈ હરજીભાઈ સેનવાએ સાણંદ પોલીસ સ્ટેશનમાં ભૂપતભાઈ મફાજી ઠાકોરના વિરૂદ્ધમાં ફરિયાદ કરતા પોલીસે ભૂપતભાઈ ઠાકોર વિરૂદ્ધમાં આઈપીસી અને અનુસૂચિત જાતિ. અનુ.જન.જાતિ પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘર આગળ ભરાતા ગટરના ગંદા પાણી જેવી બાબતે થયેલી તકરારમાં વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી મળતા નાનકડા એવા રણમલગઢ ગામમાં ચકચાર મચી છે. સમગ્ર ઘટનાને લઇ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી યુવકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. નાગરિકો હવે નાનકડી બાબતમાં ઝઘડા કરવા લાગ્યા છે. જે બતાવે છે કે, તેઓમાં સહનશક્તિ ઘટી ગઇ છે. જેનાથી ગુનાનું પ્રમાણ વધી ગયું છે. માટે લોકો નાની નાની વાતમાં ઝઘડતાં થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો