ગુનો નોંધી તપાસ:સાણંદના શેલા ગામે ઝગડાનું મનદુ:ખ રાખી પરિવાર પર હુમલો

સાણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 8 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

સાણંદના શેલા ગામે અગાઉના ઝગડાનું મનદુખ રાખી પરિવાર ઉપર લાકડીઓ લઈને હુમલો કરતાં સસરા ને વહુને ઇજાઓ પહોચી હતી સમગ્ર ઘટનાને લઈને શેલા ગામે ચકચાર મચી હતી. બનાવને લઈને બોપલ પોલીસમાં ફરીયાદ કરતા 8 ઇસમો વિરુદ્ધમાં નામ જોગ ફરિયાદ નોંધી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બોપલ પોલીસમાં સાણંદ તાલુકાનાં શેલા ગામે વણકરવાસમાં રહેતા બચુભાઈ પરાગભાઈ ચૌહાણેએ નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત.31 મેના રોજ સવારના સાડા દશેક વાગ્યાની આસપાસ બચુભાઈ પોતાના મકાનની બાજુમાં આવેલ રસ્તા ઉપર બાઇક ચાવી જતાં હતા તે સમયે ગામના જીવરામભાઈ બેચરભાઈ ચૌહાણ ટ્રેક્ટર ચલાવી આવતા હતા.

ટ્રેક્ટરની પાછળ આવતા જીવરામભાઈએ બચુભાઈને કહેલ કે કેમ ટ્રેક્ટરની સામે બાઇક ચલાવીને આવો છો, જેથી બંને વચ્ચે બોલાચાલી થયેલ અને જે બાબતનું મનદુખ રાખી ગત 1 જૂનને રાત્રે 11:15 કલાકે શેલા ગામમાં વણકર વાસમાં રહેતા સુધીરભાઈ જીવરામભાઈ અને વિજયભાઈ શશિકાંતભાઈ (બંને ચૌહાણ)એ બચુભાઈના પિતા પરાગભાઈ અને બચુભાઈની પત્ની રમિલાબેનને લાકડી વડે માર માર્યો હતો જ્યારે લલિતભાઈ મોહનભાઈ, બાબુભાઇ રેવાભાઈ, રાકેશભાઈ પ્રવીણભાઈ, વિશાલભાઈ અશોકભાઈ, શશિકાંતભાઈ બેચરભાઈ, જીવરામભાઈ બેચરભાઈ (તમામ ચૌહાણ રહે.શેલા)ઑ હાથમાં રહેલા લાકડીઓ બતાવી જાનથી મારી નાખવાંની ધમકીઓ આપી હતી.

ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, બનાવમાં બચુભાઈના પિતાને માથાના ભાગે ઇજાઓ થતાં ઘુમા સી.એચ.સી હોસ્પિટલ પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. બનાવને લઈને બચુભાઈ પરાગભાઈ ચૌહાણએ બોપલ પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે ઉપરોક્ત 8 ઇસમો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ અંગે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...