ફરિયાદ:ડરણ ગામે જમીનમાંથી રસ્તો કાઢવા અંગે હુમલો

સાણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે રસ્તો કાઢવા જતાં કોસથી અટકાવતા હુમલો કરાયો હતો

સાણંદના ડરણ ગામે રહેતા ઈસમની જામીનમાં બાવળાના રજોડા અને ડરણ ગામના શખ્સો ગેરકાયદેસર રસ્તો કાઢતા અટકાવવા જતાં અને નેરિયામાંથી જવાનું કહેતા ઈસમ ઉપર લોખંડની કોસથી હુમલો કરતાં ઘટના અંગે ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ તાલુકાના ડરણ ગામમાં રહેતા ચમનભાઈ કાનજીભાઈ ભટ્ટી(રાવળ)જમીન ગામની સિમના સર્વે નંબર ૫૫૨ છે આ જમીનમાં ગે.કા.રસ્તો કાઢવા બળદેવભાઈ સવઘણભાઈ ચૌહાણ (રહે. ડરણ) અને કાળુભાઇ કમાભાઈ ચૌહાણ(રહે. રજોડા તા. બાવળા) બન્ને જણા તાર ફેંસીગ કરાવતા હોય જેથી ચમનભાઈએ પોતાના ખેતરમાંથી રસ્તો નહી કાઢ વા અને કાયદેસરના નેળીયામાંથી જવા માટે કહેતા બન્ને જણા એકદમ ઉશ્કેરાઈ જઈ જાહેરમાં જેમફાવે તેમ બિ ભત્સ ગાળૉ બોલી સાહેદ અમરશીભાઈ સાથે ઝપાઝપી કરી તેમજ લોખંડની કોસ લઈ મારવા મારી હતી તમેજ ધમકીઓ આપતા સમગ્ર ઘટનાને લઈને ચાંગોદર પોલીસ માં ચમનભાઈએ ચાંગોદર પોલીસમાં બળદેવભાઈ સવઘણભાઈ ચૌહાણ અને કાળુભાઇ કમાભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જમીનમાંથી ગેરકાયદે રસ્તો કાઢવા બાબતે થયેલી તકરારને પગલે ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...