તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:સાણંદની ભાવનાથ સોસાયટીમાં UGVCLના 2 કર્મી ઉપર હુમલો

સાણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનાથ સોસા.માં પોતાના ઘરની લાઇટ કેમ ચાલુ ન કરી કહી હુમલો કરાયો

સાણંદની ભાવનાથ પાર્ક સોસયટીમાં પોતાની લાઈટ કેમ ચાલુ ન કરી એમ કહી ઉશ્કેરાઈ જઈ લાઈટ રિપેર કરવા આવેલા જીઇબીના બે કર્મીઓ ઉપર તલવાર અને લાકડી વડે હુમલો કરતા બંને કર્મીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

રવિવારે રાત્રે 9 કલાકે સાણંદ ભાવનાથ મંદિર પાછળ આવેલી ભાવનાથ સોસાયટીમાં રહેતા રાજેન્દ્રસિંહ ભીખુભા જાડેજા જેઓ સાણંદ યુજીવીસીએલમાં ઈલે આસી તરીકે નોકરી કરેછે તેઓ ઉપર તેમનીજ સોસાયટીમાં રહેતા પ્રકાશસિંહ ઉર્ફે બિટ્ટુ વિજયસિંહ પરમારનો ફોન આવેલો કે જીઇબીમાં ફોન વેઈટિંગમાં આવે છે મારી લાઈટ તાત્કાલિક ચાલુ કરી આપો જેથી રાજેન્દ્રસિંહે કહ્યું હતું કે થોડી વારમાં કરી આપું છું બાદમાં રાજેન્દ્રસિંહ તેમજ અન્ય કારમી તુષારભાઈ ખાંટ લાઈટ ચાલુ કરવા માટે ગયેલ જ્યાં ટ્રાન્સફોર્મર પાસે જતા જાણવા મળેલ કે પ્રકાશસિંહે હેન્ડલ પાડીને આખી સોસાયટીની લાઈટ બંધ કરી દીધી છે

જેથી તેઓ ટ્રાન્સફોર્મર પાસે જઈ લાઈટ ચાલુ કરવા જતા હતા ત્યારે પ્રકાશસિંહ તલવાર લઈને આવેલ અને કહેલ મારી લાઈટ કેમ ચાલુ કરી નથી તેમ કહી ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો બોલતા રાજેન્દ્રસિંહે ગાળો બોલવાની ના પડતા એક અજાણ્યા માણસે રાજેન્દ્રસિંહને પકડી રાખેલ અને પ્રકાશસિંહે રાજેન્દ્રસિંહને બંને પગે લાકડી વડે મૂઢ માર માર્યો હતો અને તુષારભાઈને કપાળ પર તલવાર મારતા સોસાયટીના લોકોએ બંનેને સાણંદ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ અંગે રાજેન્દ્રસિંહ ભીખુભા જાડેજાએ સાણંદ પોલીસમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...