સતત ત્રીજા દિવસે ભારે પવન સાથે વરસાદ:અષાઢ -શ્રાવણમાં સિઝનનો 100% ઉપરાંત વરસાદ વરસી ગયો અને હવે ભાદરવો પણ ભરપૂર છે ત્યારે ખેડૂતોને દિવાળી સુધારવાની આશા

સાણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
{બાવળામાં બે દિવસથી વરસાદ પડતાં રોડ-૨સ્તા ઉપર પાણી ભરાયા - Divya Bhaskar
{બાવળામાં બે દિવસથી વરસાદ પડતાં રોડ-૨સ્તા ઉપર પાણી ભરાયા

જિલ્લામાં સતત ત્રીજા દિવસે ભારે પવન સાથે વરસાદ થયો હતો. જેમાં સાણંદ શહેર તથા તાલુકા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે બપોરે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના કડાકા અને ભડાકા સાથે તોફાની બનેલો વરસાદ લગભગ 1 કલાકથી વધુ સમય સુધી વરસતા 1 ઇંચથી પણ વધારે પાણી વરસી ગયું હતું.

વરસાદની ઝડપ એટલી હતી કે જોતજોતામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સાણંદમાં અષાઢ -શ્રાવણમાં સિઝનનો 80% ઉપરાંત વરસાદ વરસી ગયો છે. અને હવે ભાદરવો પણ ભરપૂર છે. ત્યારે ખેડૂતોની દિવાળી સુધરશે તેવું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ નળકાંઠા વિસ્તારમાં માત્ર 40% જેટલો જ વરસાદ થયો છે.

અહીં ખેતી માટે કેનાલની પણ વ્યવસ્થા નથી, ત્યારે આ વિસ્તારના ખેડૂત આગેવાન ઉપરદળ ગામના રણશીભાઈ પટેલે વર્ષ નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરી હતી. હવામાન ખાતાએ 5 દિવસ ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી હતી. ત્યારે બાવળા શહેર અને તાલુકામાં 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સાંજ પડતાં જ વાદળો ધેરાવા લાગે છે, આકાશમાં કાળા ડીંબાગ વાદળો દેખાવા લાગે છે અને જોરદાર પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગે છે. જોરદાર વરસાદ પડે છે.

2 દિવસથી વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ભાદરવાની અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતાં ત્યારે 2 દિવસથી સાંજે વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદ પડતાં ખેડુતોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. બાવળામાં વરસાદ પડતાં નીચાણવાળા ૨સ્તા ઉપર પાણી ભરાઇ જવાથી શહેરીજનો, વાહન ચાલકો અને ખાસ કરીને સ્કુલે જતાં વિર્ધાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.

પાલીકા તંત્ર દ્વારા ચોમાસું પુરૂં થવા આવ્યું છંતા નગરમાંથી વરસાદી પાણીનાં નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નહી કરવામાં આવતાં નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ગઢડા(સ્વામીના) શહેરમાં ગત મોડી સાંજ થી ભારે વિજળી અને વરસાદી વાતાવરણ બાદ ભારે બફારો જોવા મળ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે બપોર પછી વાતાવરણમાં વરસાદી માહોલ સર્જાતા મૂશળધાર વરસાદનું આગમન થયું હતું. અંદાજે 2 કલાક ચાલેલા વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા. તેમજ અંદાજે 2 ઈંચ કરતાં વધારે વરસાદ થતા લોકોએ બફારામાં રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...