આક્રોશ:પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં ST કર્મીઓએ સરકાર સામે બાંયો ચઢાવી

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

ગુજરાત એસ.ટી નિગમના કર્મીઓના પડતર પ્રશ્નો ઉકેલ ન આવતા કર્મીઓએ સરકાર સામે બાયો ચડાવી છે ત્યારે સાણંદ એસટી વિભાગના કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાયો હતો અને આગામી દિવસોમાં પડતર પ્રશ્નોનો નિકાલ ન થયો તો અચોક્કસ મુદ્દત સુધી સ્વયંભૂ માસ સી.એલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. એસ.ટી નિગમના કર્મીઓમીએ તેઓના ઘણા સમયના પડતર પ્રશ્નોને નિકાલ ન આવતા ત્રણ સંગઠનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડ્યું છે.

જેમાં ગુરુવારે સાણંદ બસ સ્ટેશન ખાતે એસટી વિભાગના કર્મીઓએ કાળી કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાયો હતો. જે આગામી તા.૨૪ સપ્ટેમ્બર સુધી કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે. આગામી તા.27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી નિગમના તમામ કર્મીઓ રિશેષ સમય દરમ્યાન સ્વયંભૂ સૂત્રોચ્ચાર કરશે. તા.4થી 7 ઓક્ટોબર સુધી રિશેષના સમયે ઘંટનાદ કરશે, તા.7 ઓક્ટોબરની મધ્યરાત્રીથી તમામ કર્મીઓ સ્વયંભૂ માસ સી.એલ ઉપર જશે. તેમજ કર્મચારીઓના પ્રશ્નોનો નિકાલ ન આવે તો આંદોલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...