તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂક:કારોબારી સમિતિઅને ન્યાય સમિતિના સભ્યોની નિમણૂક

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
  • સાણંદ તાલુકા પંચાયતમાં નિમણૂક

સાણંદ તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભામાં કારોબારી અને ન્યાય સભ્યોની નિમણુંક કરાઈ હતી.જેને લઈને તાલુકા પંચાયત ખાતે સાણંદ પોલીસના પીએસઆઈ સહિત સ્ટાફનો બંદોબસ્ત ગોઠવાયો હતો. સાણંદ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા, ટીડીઓ એસ. પી રાજપૂત, ઉપપ્રમુખ મનજીભાઈ સહિત તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતમાં સામાન્ય સભા યોજાઈ હતી. સત્તાધારી પક્ષના ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા જીતેલા ઉમેદવારોની કારોબારી સભ્યો અને સામાજિક ન્યાય સમિતિના સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી.

કારોબારી સમિતિમાં ચંપાબેન ઠાકોર, હંસાબેન વાઘેલા, ઘનશ્યામભાઈ કો.પટેલ, નયનાબેન કો.પટેલ, વસંતબા વાઘેલા, રાજેન્દ્રસિંહ વાઘેલા, વાસુભાઈ ગોહેલ, હસમુખભાઈ જાદવ, લક્ષ્મીબેન મકવાણા જયારે સામાજિક ન્યાય સમિતિમાં ડાહ્યાભાઈ પરમાર, કસનબેન પરમાર, નીતિનભાઈ વાઘેલાની નિમણુંક કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં કારોબારી સમિતિ અને સમાજિક ન્યાય સમિતિના ચેરમેનનની નિમણૂંક કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...