આવેદન:VCEના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરી નવું મહેકમ ઊભું કરવા આવેદન

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ન્યાય નહીં મળે તો આજથી પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવશે

ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળની વિવિધ પડતર માંગણીઓનો સરકાર દ્વારા કોઈ પ્રત્યુત્તર નહિ અપાતા અને સરકારી કોઈ લાભ નહિ અપાતા આ પડતર પ્રશ્નોનું નિરાકાર કરી નવું મહેકમ ઉભું કરવા વિસીઇ મંડળે બુધવારે સાણંદ ટીડીઓને આવેદન પત્ર આપ્યું હતું. સાણંદ ટીડીઓને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ છે કે વિસીઇ કર્મીઓ વર્ષ 2006થી સરકારી કર્મીઓની જેમ જ તમામ 57 ડીજીટલ સેવાઓની કામગીરીઓ કરે છે.

જેથી તેમને વર્ગ 3નો દરજ્જો આપી સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે. તે મુજબ સરકારી લાભો ભથ્થું, વીમા કવચ અને સમાન કામ સમાન પગાર ધોરણ અપાય. ઈ ગ્રામ સોસાયટી દ્વારા અપાતા પ્રાઇવેટીકરણના મહત્વને બંધ કરી સરકારી કામો વિસીઇને આપવામાં આવે. મંડળ દ્વારા આગામી 21 ઓક્ટોબરના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...