આવેદન અપાયું:સાણંદ-ધંધુકામાં આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં રોષ

સાણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાણંદમાં પ્રાંત કચેરીના કમ્પાઉન્ડમાં ભાદરવાના બળબળતા બપોરે 1 કલાકે સાણંદ અને તાલુકાની આંગણવાડી કર્મી પોતાના પ્રશ્નને લઈને એકત્રિત થઈ આવેદન આપી હડતાલ ઉપર ઉતરી હતી. જેમાં ભારે ગરમીમાં અનેક આંગણવાડી કર્મી ‘માં’ પોતાના બાળક સાથે પોતાની વેદના વેઠી હતી. - Divya Bhaskar
સાણંદમાં પ્રાંત કચેરીના કમ્પાઉન્ડમાં ભાદરવાના બળબળતા બપોરે 1 કલાકે સાણંદ અને તાલુકાની આંગણવાડી કર્મી પોતાના પ્રશ્નને લઈને એકત્રિત થઈ આવેદન આપી હડતાલ ઉપર ઉતરી હતી. જેમાં ભારે ગરમીમાં અનેક આંગણવાડી કર્મી ‘માં’ પોતાના બાળક સાથે પોતાની વેદના વેઠી હતી.
  • પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદન અપાયું
  • તડકામાં આંગણવાડી કર્મી ‘મા’ બાળક સાથે વિરોધમાં જોડાઈ

આંગણવાડી બહેનો સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે અખિલ ગુજરાત આંગણવાડી સંઘ દ્વારા પડતર પ્રશ્નોને લઈને બુધવારે સાણંદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આશરે 419 જેટલા વર્કર, હેલ્પર હડતાળ પર ઉતરી હતી. જ્યારે ધંધુકા તાલુકા તેમજ ધંધુકા તાલુકાના ગામડાની આશા વર્કરો બહેનો દ્વારા મામલતદાર કચેરી, પ્રાંત ઓફિસ, પંચાયત કચેરી તેમજ બ્લોક હેલ્થ ઓફિસ ખાતે ખુબ જ મોટી સંખ્યામા બહેનો હાજરી રહીને આશા વર્કરોના અગ્રેસર પ્રશ્નોની રજુઆત કરી હતી.

400 આંગણવાડી બહેનો એકઠી થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું
બુધવારે સાણંદ શહેરના પ્રાંત કચેરી ખાતે બપોરે 12 કલાકે સાણંદ શહેર અને તાલુકાના અલગ અલગ વિસ્તારની આશરે 209 આંગણવાડી કેન્દ્રની અંદાજે 419 વર્કર, હેલ્પર પોતાના પડતર માંગણીને લઈને એકત્રિત થઈ હતી. બીજી તરફ મોટી સંખ્યામાં પ્રાંત કચેરી ખાતે આંગણવાડીની મહિલાઓ ભેગી થતાં સાણંદ પોલીસનો કાફલો દોડ્યો હતો. જેમાં અખિલ ગુજરાત આંગણવાડી સંઘ અને સાણંદ આંગણવાડીની મહિલાઓએ પ્રાંત અધિકારીને આવેદન પાઠવીને લેખિતમાં માંગ કરી હતી કે ગુજરાતની આંગણવાડી કાર્યકર/તેડાગરના વણ ઉકલ્યા પ્રશ્ને ઘણા લાંબા સમયથી રજૂઆત કરી હતી તેમ છતાં આજદિન સુધી તેની કોઈ સંતોષકારક જવાબ ન મળતા સરકારની કાર્યશૈલીથી નારાજ મહિલા કર્મચારીઓ આદોલનના માર્ગે જાય છે. આણંગવાડી બહેનોએ 10 જેટલા પ્રશ્નોની રજૂઆત કરી હતી.

ધંધુકામાં આશાવર્કરોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી ચીમકી ઉચ્ચારી
ધંધુકા તાલુકાના ગામડાની આશા વર્કરો બહેનો દ્વારા ધંધુકા ખાતે મામલતદાર કચેરી, પ્રાંત ઓફિસ, પંચાયત કચેરી તેમજ બ્લોક હેલ્થ ઓફિસ ખાતે ખૂબ જ મોટી સંખ્યામા બહેનો હાજરી રહીને આશા વર્કરોના અગ્રેસર પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમાં આશાવર્કર બહેનોને ઈન્સેન્ટિવ પ્રથા જેવી શોષણભરીમાંથી આઝાદી આપવી, ફિક્સ વેતન કે લઘુતમ વેતન ચુકવવામાં આવે, વર્ગ -4નું કાયમી મહેકમ ઉભી કરી એમાં આશા વર્કર બહેનોને સમાવેશ કરવામાં આવે, આશાવર્કરો બહેનોની કામગીરીનો સમયગાળો નક્કી કરાય, આશાવર્કરો બહેનોને અન્ય સરકારી મહિલા કર્મચારીઓની જેમ 108 દિવસની મેટરનિટિ લિવ અપાય, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના અંતર્ગત NCD પ્રોગ્રામના ઓનલાઇન ફોર્મ ભરવા માટે આશાવર્કરોને એન્ડ્રોઇડ ફોન અપાય, 45 વર્ષથી વધુ ઉંમર ધરાવનાર બહેનોને પણ પેન્શન યોજનામાં સમાવેશ કરાયે સહિતની પ્રશ્નોની રજૂઆત કરી હતી. આ માગ મંજુર ન કરાય તો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરીશું જેની જવાબદારી સરકારની રહેશે.

અન્ય સમાચારો પણ છે...