બેદરકારી:સાણંદના ATMમાં વૃદ્ધનું કાર્ડ બદલી ગઠિયાએ રૂ. 25 હજાર ઉપાડી લીધા

સાણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદના ઘોડાગાડી પાસે ઘટના બની, અનેક એટીએમ પર સિક્યુરિટી ગાર્ડ નથી

સાણંદ શહેરના કોલટ રોડ ઉપર આવેલ ગાયત્રી પાર્કમાં રહેતા ૬૫ વર્ષીય વૃધ્ધ ઘોડાગાડી પાસે આવેલ એસબીઆઈ બેંકમાં પૈસા ઉપાડા ગયા ત્યારે ગઠીયાએ વૃદ્ધનું એટીએમ બદલી 25 હજાર રૂપિયા ઉપાડી ફરાર થઇ જતા સમગ્ર ઘટનાને લઈને વૃધ્ધે સાણંદ પોલીસમાં અરજી આપી હતી. સમગ્ર ઘટના એવી છે કે સાણંદ શહેરના કોલટ રોડ ઉપર રહેતા ગાયત્રી પાર્કમાં રહેતા ખોડીદાસ શંકરભાઈ પટેલ (ઉં.65) શનિવારે સવારે શહેરના ઘોડાગાડી બાજુમાં આવેલી એસ.બી.આઈના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા.

દરમ્યાન પૈસા ઉપાડતા હતા ત્યારે તેઓની પાછળ કોઈ અજાણ્યા ચોર ઇસમે તેઓનો પિન જોઈ લીધા બાદ એ.ટી.એમમાં પૈસા નથી કહીને વૃદ્ધની નજર ચૂકવી અને વૃદ્ધનું એ.ટીએમ લઇને બીજુ એ.ટી.એમ વૃદ્ધને પકડવી દીધું હતું. ત્યાર બાદ વૃદ્ધ એ.ટીએમમાંથી બહાર આવી બીજાનું એ.ટીએમ હોવાની જાણ થતા તેઓએ આસપાસમાં તપાસ કરતા અજાણ્યો ઇસમ ત્યાંથી ભાગી છુટ્યો હતો. વૃદ્વ તેનો પીછો કરવા ગયા ત્યાં સુધીમાં વૃદ્ધના એ.ટીએમમાંથી રૂ.25 હજાર ઉપડી ગયા હતા.

સમગ્ર ઘટનાને લઈને ખોડીદાસ શઁકર ભાઈ પટેલ સાણંદ પોલીસમાં લેખિતમાં અરજી આપીને તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે. આ ઠગાઈની ઘટનામાં એક કરતા વધુ ઈસમો કે ગેંગ સામે હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. શહેરીજનોએ પણ એટીએમમાં પૈસા ઉપાડતી વખતે ખાસ તકેદારી રાખવાની જરૂરી બને છે. આ ગેંગ કે ઈસમો અન્ય લોકોને પોતાનો શિકાર બનાવે તે પહેલા પોલીસ તંત્ર આવા તત્વોને કાયદાના સાણસામાં લે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે.

સાણંદના મોટાભાગના એ.ટી.એમમાં સિક્યુરિટી ગાર્ડ હોતા જ નથી. સાણંદ શહેરમાં 20 વધુ અલગ અગલ બેંકોના એટીએમ છે જેમાં મોટાભાગના એટીએમમાં દિવસ અને રાત્રીના સમયે સિક્યુરિટી ગાર્ડ હોતા જ નથી. એટીએમમાં પૈસા ઉપાડતી વખતે એક કરતા વધુ લોકો એક સાથે એકઠા થવાના કારણે છેતરપિંડીની ઘટના પણ બની શકે તેમ છે. વળી ઘોડાગાડી સ્ટેશન પાસે એટીએમ તોડવાનો ભૂતકાળમાં ઘટના બની ચુકી છે તેમ છતાં આવી બેદરકારી સામે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...