સહાય:સ્વચ્છતાના કામો માટે સાણંદપાલિકાને‎ રૂ.10 લાખની સહાય ફાળવવામાં આવી‎

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદમાં વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા‎
  • રાજ્યની 156 નગરપાલિકાઓને કુલ રૂ. 17.10 કરોડની‎ સહાય રાજ્ય સરકાર પુરી પા઼ડવામાં આવશે‎

રાજ્યમાં તાજેતરમાં અતિભારે ‎ વરસાદના કારણે પૂરની સ્થિતિ ‎ તેમજ નગરોમાં વરસાદી પાણી ‎ ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં ‎ રાજ્યની નગરપાલિકાઓને ‎ સાફ સફાઇ માટે નાણાં ‎ સહાયની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ‎ પટેલની મહત્વપૂર્ણ જાહેરાત ‎ કરી હતી, જેમાં રાજ્યની 156 ‎ નગરપાલિકાઓને કુલ રૂ. ‎ 17.10 કરોડની સહાય રાજ્ય ‎ સરકાર આપશે જેમાં સાણંદ ‎ પાલિકાને રૂ.10 લાખની સહાય ‎ આપવામાં આવશે.

સાણંદ ‎ નગરપાલિકાના ચીફ ઓફિસરે ‎ જણાવ્યુ કે, સાણંદ પાલિકા ‎ //"ક” વર્ગની નગરપાલિકામાં ‎ આવે છે જેમા રૂ.10 લાખ ‎ પાલિકાને આગામી દિવસોમાં ‎ ફાળવામાં આવશે તેમજ આ ‎ રકમ નિયમ મુજબ સઘન ‎ સફાઈ ઝુંબેશ જંતુનાશક ‎ દવાઓના છંટકાવ માટે તેમજ ‎ ચોમાસાની ઋતુમાં રોગચાળો ‎ અટકાવવા માટે ઘન કચરાનો ‎ નિકાલ કરવા માટે, પીવાના ‎ પાણીના પુરવઠો પુરો પાડવા, ‎ કલોરીન ટેબલેટ, બ્લીચીંગ ‎ પાઉડર વિગેરેની ખરીદી માટેની ‎ કામગીરી માટે કરવામાં ‎ આવશે. ‎ ‎

અમદાવાદ જિલ્લાની ‎ નગરપાલિકાને ફાળવેલ ‎ રકમની યાદી બી વર્ગમાં ‎ આવતી વિરમગામ અને ‎ ધોળકાની પાલિકાને રૂ.15-15 ‎ લાખ, સી વર્ગમાં આવતી ‎ સાણંદ,બાવળા,ધંધુકાની ‎ પાલિકાને અલગ અલગ રૂ.10 ‎ લાખ અને સી વર્ગની બારેજા ‎ પાલિકાને રૂ.5 લાખની ગ્રાન્ટ ‎ સફાઈની કામગીરી માટે ‎ ફાળવવામાં આવી છે. ‎

અન્ય સમાચારો પણ છે...