લશ્કરી સન્માન:કાણેટીના આર્મી જવાનનું અકસ્માતે મોત થયુ ને બીજા દિવસે પુત્રીનો જન્મ થયો

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉદયપુર જતા અકસ્માત થયો હતો: લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા

સાણંદ તાલુકાના કાણેટી ગામના આર્મી જવાનનું શુક્રવારે કાર અકસ્માતમાં મોત થતા શનિવારે સવારે હનુમાન કેમ્પ આર્મી હેડકવાટર અમદાવાદ દ્વારા લશ્કરી સન્માન સાથે સવારે 9/30 વાગે સ્મશાનયાત્રા સાથે અંતિમ સંસ્કાર કાણેટી ખાતે કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર ગામના યુવાનો, વડીલો જોડાયા હતા અને શહીદને સલામી સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી . બીજી તરફ તા-12-11-2022 ના વહેલી સવારના 4 વાગે તેમના ધર્મપત્ની આશાબાએ નાના બંદરા ભૂજ ખાતે દિકરીને જન્મ આપ્યો છે.

સાણંદ તાલુકાના કાણેટી ગામે રહેતા રમેશસિંહ અનોપસિંહ વાઘેલા હાલ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે તેઓના પુત્ર પુષ્પરાજ સિંહ (ઉ વર્ષ 24) , જેઓ ઇન્ડિયન આર્મીમાં રેન્ક SEP/PO જનરલ ઓફીસર કમાન્ડિંગ 11 ઈનફેન્ટરી ડીવીઝન, નવી દિલ્હી. ખાતે ફરજ બજાવે છે . તેઓ રજા ઉપર આવ્યા હતા શુક્રવારે તેઓ ફરજ પર પરત જઈ રહ્યા હતા ત્યારે આબુરોડ થી ઉદયપુર જતાં બેકરીયા પો સ્ટેશન ની હદમાં નેશનલ હાઇવે ઉપર ગાય આડી આવતાં ગાડી પલ્ટી ખાઈ જતાં તા-11-11 ના વહેલી સવારના અવસાન થયું હતું .જેથી તા12-11-2022 ના હનુમાન કેમ્પ આર્મી હેડકવાટર અમદાવાદ દ્વારા લશ્કરી સન્માન સાથે સવારે 9/30 વાગે સ્મશાનયાત્રા સાથે અંતિમ સંસ્કાર કાણેટી ખાતે કરાયા હતા તેઓના લગ્ન ફેબ્રુઆરી 2021 માં થયા હતા.

અન્ય સમાચારો પણ છે...