આવેદનપત્ર:સાણંદના ઉલારિયા રોડમાં પાણીનો ભરાવો થતા આવેદનપત્ર પાઠવાયું

સાણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ ઉપર ખાડા અને પાણીનો ભરાવો થતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે

સાણંદના શેલા ગામના પરા વિસ્તાર એવા ઉલારીયામાં રોડ ઉપર છેલ્લા એક મહિનાથી પાણીનો ભરાવો થયો છે. પાણીનો યોગ્ય નિકાલ ન થતા ગામના લોકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.જેને લઈને ગ્રામજનોએ સાણંદ ટીડીઓ, મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું છે.

સાણંદ તાલુકાના શેલા ગામના પરા વિસ્તાર એવા ઉલારીયા ગામના નાકામાં રોડ ઉપર એક મહિનાથી પાણીનો ભરાવો થવા પામ્યો છે. રોડ ઉપર ઢીચણ સુધીના પાણી ભરાતા ગ્રામજનો તેમજ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ ઉપર પાણી ભરાતા રોગચાળો અને મચ્છરોનો ઉપદ્રવ ફાટી નીકળવાની લોકોને દહેશત સતાવી રહી છે.

આ અંગે જીવનપુરા ગામના દિનેશભાઈ સોમાભાઈ ઠાકોરs સાણંદ તાલુકા વિકાસ અધિકારી, મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ગામનું વરસાદી પાણી રોડની બાજુમાં નીકળી જતું હતું પરંતુ સામે કોઈ સ્કીમ ચાલવાથી તેનું કામ ચાલતું હોવાથી પાણીનો નિકાલ માર્ગ બંધ થઇ જવા પામ્યો છે.

ગામના લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. બાળકો શાળા એ પણ જઈ શકતા નથી. આ વિસ્તારના ધારાસભ્ય, તલાટી, સરપંચ કે અધિકારીઓ જાણે કોઈ ખબર ના હોય તેમ કોઈ જોવા પણ ડોકાતું નથી અને સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા કરી નાખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. રોડ ઉપરથી પાણીનો તાત્કાલિક નિકાલ કરે અને ખાડાઓનું પુરાણ કરે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...