અક્સમાત:સાણંદ-વિરમગામ હાઇવે પર 2 ટ્રક વચ્ચે અક્સમાત સર્જાયો

સાણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાઇડમાં ઊભેલી રાખેલી ટ્રકમાં બીજી ટ્રક ઘુસી જતાં 2નાં મોત

સાણંદ વિરમગામ હાઇવે પર રવિવારે રાત્રે 1.30 કલાકે અક્સમાત સર્જાયો હતો. બન્ને ટ્રક ચાલકના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. સાણંદ જીઆઇડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રમેશ ભદોરિયા અને તેનો ભાઈ મહેશસિંહ (મૂળ રહે નિઝામગાઢ, દિલ્લી) ટ્રકમાં નવલખી, મોરબી ખાતેથી કોલસો ભરી ઓઢવ, અમદાવાદ ખાતે જવા નીકળ્યાં હતા.

જેમાં ટ્રક મહેશસિંહ ચલાવતા હતા. દરમ્યાન વિરમગામ સાંણદ હાઇવે ઉપર જતા હતા, તે વખતે રાતના દોઢેક વાગ્યાના આસપાસ પાછળનુ ટાયર વાઇબ્રેટ થતાં, આ ટાયર ચેક કરવા માટે વિરમગામ-સાંણદ હાઇવે રોડ ઉપર મેનલિફ્ટ કંપની નજીક ટ્રક ઉભી રાખી મહેશસિંહ ટાયર ચેક કરવા નીચે ઉતર્યા હતા અને ટાયર ચેક કરતા હતા તે વખતે પાછળથી કોઇ ટ્રક ચાલકે અચાનક જ ટક્કર મારતાં ડ્રાઇવર સાઇડનુ પાછળનુ ટાયર મહેશસિંહને કમરથી નીચેના પગ સુધી ઉપર ચડી ગયું હતુ.

આ અકસ્માત કરનાર ટ્રકનો ચાલક ડ્રાઇવર પણ મરણ પામ્યો હતો. 108 એમ્બુલન્સને ફોન કરતા થોડીવાર પછી 108માં મહેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે સારવાર માટે ખસેડતા ફરજ પરના ડોક્ટરે મરણ જાહેર કરેલ. આમ બંને ટ્રક ચાલકોના મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...