અકસ્માત:તેલાવ કેનાલના ડિવાઈડર સાથે AMTS બસ અથડાઇ : 7ને ઇજા

સાણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ ન થતાં રાહતની લાગણી
  • તમામ ઇજાગ્રસ્તોને સાણંદની સિવિલ હોસ્પિટલ ખસેડાયા

સરખેજ સાણંદ હાઇવે પરના તેલાવ ગામ પાસે કેનાલના ડિવાઈડર સાથે એ.એમ.ટી.એસ બસ ધડાકાભેર અથડાઇ હતી જેને લઈને 7 મુસાફરોને ઇજા પહોચી હતી ઘટનાની જાણ સાણંદ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને કાર્યવાહી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા.ગુરુવારે અમદાવાદના સરદારબાગ લાલદરવાજાથી સાણંદ માધવનગર 31-5 રુટની એ.એમ.ટી.એસ બસ સરખેજ થી સાણંદ જઈ રહી ત્યારે આશરે 2 વાગ્યાની આસપાસ સાણંદ તાલુકાના તેલાવ ગામ પાસે હાઇવે પર આવેલ કેનાલના ડિવાઈડર સાથે અચાનક અથડાઇ હતી.

જેને લઈને બસમાં બૂમાબૂમ થવા પામી હતી. ઘટનામાં 7 જેટલા મુસાફરોને સામાન્ય ઇજાઓ થઈ હતી. અકસ્માત થતાં આસપાસના લોકો તેમજ હાઇવે પર જતાં ચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ 108 અને પોલીસને કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને ઇજાગ્રસ્ત લોકોને સાણંદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા

.આ બનાવમાં ઇજાગ્રસ્તોમાં કળીબેન મહેશ ભાઈ સેનવા (રહે.ઈયાવા),કેસીબેન મેરુભાઈ મકવાણા(રહે.વસોદરા, લીલાબેન ભગવાનજી સોલંકી(રહે.ઈયાવા), રાજકુમાર વાલજી ભાઈ રાજયગુરુ(રહે.અમદાવાદ), વશંતભાઈ મહાદેવભાઈ ગઢવી (રહે.માધવનગર), જીવાભાઈ સોમાભાઈ વાઘેલા, (રહે.સાણંદ) અને સિદ્ધિ ઘનશ્યામભાઈ સુથાર ((રહે.સાણંદ)નો સમા‌વેશ થાય છે

અન્ય સમાચારો પણ છે...