કાર્યક્રમ:સાણંદના નિધરાડ, નવાપુરાની સોમવારે અમિત શાહ મુલાકાતે

સાણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરાઇ : સગર્ભા મહિલાઓને લાડુ આપશે

સાણંદના નિધરાડ ગામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સગર્ભા મહિલાઓને લાડું વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અને નવાપુરા ગામની મુલાકાત લેશે. ત્યારે સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને લઈને ભાજપ,વહીવટીતંત્રની બેઠકો યોજી પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સાણંદ તાલુકાના નિધરાડ ગામે સોમવારે 10 કલાકે ગાંધીનગર લોક સભાના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સગર્ભા મહિલાઓને લાડું વિતરણ કરવામાં આવેશ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તંત્ર સાણંદ અને બાવળા તાલુકાની સગર્ભા મહિલાઓના ઘરે પણ લાડુંનંધ વિતરણ કરશે.

તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી સાણંદના નવાપુરા ગામે ભાજપના કાર્યકરોની મુલાકાત લેશે. જેને લઈને છેલ્લા 2 દિવસથી સાણંદના નિધરાડ ગામે કાર્યક્રમ સ્થળે ડ્રોમ મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને લઈને તંત્રમાં મીટીંગો પણ મળવા લાગી છે. ભાજપ પક્ષ દ્વારા સાણંદમાં અમિત શાહના આગમનની પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સાથે કાર્યક્રમ સ્થળે સુરક્ષાને લઈને શનિવારે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલકાત લીધી હતી તેમજ રૂટ ઉપર પણ પોલીસ કાફલાનું રિહર્સલ યોજ્યું હતું. પોલીસે લોખંડી બંદોબસ્તની તૈયારીઓ આરંભી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...