સાણંદ બાવળા રોડ ઉપર આવેલી દિશમાન ફાર્મા પ્રદૂષણ ફેલાવતી હોવાથી બાવળાના સામાજિક કાર્યકર પ્રફુલ મહેતાએ ગુજરાતના ચીફ સેક્રેટરી અને એડિશનલ ચીફ સેક્રેટરી, વન અને પર્યાવરણ વિભાગ, અમદાવાદ, મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરી હતી. પ્રફુલ મહેતાએ 01/07/2022 રોજ ગામ લોદરીયા, બાવળા તાલુકા, જિલ્લા અમદાવાદ ખાતે આવેલી દિશમાન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટીઝના પ્રદૂષણ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણની ઓફિસે રજૂઆત કરી હતી.
વિઝિટમાં પ્રદૂષણના પુરાવા મળી આવતાં ગાંધીનગરની ઓફિસથી દિશમાન ફાર્મા, લોદરિયાની કંપનીને પ્રોડક્શન બંધ કરવા, યુજીવીસીએલ બાવળા કચેરીને ડિસ્માન ફાર્માનો વીજળીનો પુરવઠો બંધ કરવાનો ક્લોઝર ઓર્ડર અપાયો હતો. આ કારણે વીજળી બંધ કરી દેવાઈ હતી. બાદમાં પ્રફુલ મહેતાની ખોટી સહીનો ઉપયોગ કરી કેસ અન્ય વિભાગમાં ટ્રાન્સફર કરી કંપની ચાલુ કરી દેવાઈ હોવાનો આક્ષેપ કરાતાં તંત્ર સામે અનેક સવાલો જાગ્યા છે. તારીખ 14/12/2022ના રોજ કંપનીનો પાવર ચાલુ કરવા રિકનેક્શન ઓર્ડર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ડી, પી, શાહ પર્યાવરણ ઈજનેર દ્વારા અપાયો હતો.
પ્રફુલ મહેતાએ રિવોકેશનનો ઓર્ડર માગ્યો તો તેમને RTIમાં કોપી માગવા કહેવાયું હતું. કાર્યવાહીમાં ગરબડ થઈ હોવાનું જણાતાં બાવળા યુજીવિસીએલમાં રૂબરૂ પહોંચ્યા હતા. ત્યાં પ્રફુલ મહેતાની ખોટી સહીવાળો લેટર જોવા મળેલો.
અમદાવાદ જિલ્લા ગ્રામ્યના રીજનલ ઓફિસર ઉપર ખોટો લેટર મોકલીને ગુજરાત પ્રદુષણની કચેરીએ વિજિલન્સની ટિમ પાસે ઈન્કવાયરી કરાવીને 60 લાખનો દંડ અને બેંકે 60 લાખની એક વર્ષની ડિપોઝિટ જમા કરાવી હતી. પ્રફુલ મહેતાએ પોતાની ખોટી સહીઓ થતી હોવાથી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષાની જવાબદારી સરકારના ખાતાઓની રહેશે એમ જણાવી આ બાબતના ખોટી સહીવાળા પત્રોની નકલની કોપી સાથે અરજી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.