તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સાણંદના ગઢિયા ચાર રસ્તા પાસે રિક્ષામાંથી દારૂ ઝબ્બે

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ પોલીસે 24 લીટર દેશી દારૂના જથ્થા સાથે 1ને પકડી રૂ.1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો

સાણંદ તથા આસપાસમાં દેશી દારૂની હેરાફેરીનો વેપલો વધ્યો હોવાનું સાણંદ પોલીસને ધ્યાને આવતા પોલીસે આવા સ્થળો અંગે તપાસ કરતા સાણંદ શહેરના ગઢિયા ચાર રસ્તા પાસેથી CNG રીક્ષામાં દેશી દારૂના જથ્થા સાથે એક યુવકને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, રવિવારે સાણંદ પોલીસ સ્ટેશનના હે.કો. જીતેન્દ્રસિંહ નટુભાઈ, પો.કો ભરતભાઈ વિજયભાઈ, પો.કો.કુલદીપસિંહ વજુભાઈ, પો.કો.ગોપાલભાઈ મીઠાભાઈ સહીત પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન તેઓને બાતમી મળેલ કે નાનીદેવતી ગામ તરફથી એક સી.એન.જી રીક્ષામાં દેશી દારૂ ભરી સાણંદ તરફ આવનાર છે જેથી બાતમી વાળી જગ્યાએ સાણંદના ગઢિયા ચાર રસ્તા પાસે સાણંદ પોલીસ સ્ટાફ વોચમાં હતા.

તે દરમ્યાન આશરે 11 વાગ્યાના સુમારે બાતમી હકીકત મુજબની સી.એન.જી રીક્ષા આવતા તેને રોકી રીક્ષા ચાલકનું નામ પૂછતા મુકેશભાઈ ભરતભાઈ ચુનારા (ઉ.24, રહે. નાનીદેવતી ગામ તા.સાણંદ) હોવાનું પોલીસને જણાવેલ અને રીક્ષાની પાછળની સીટમાં તપાસ કરતા દેશી દારૂ 24 લીટર જેની કિંમત480 અને સી.એન.જી રીક્ષા કીં.રૂ 1 લાખ મળીને કુલ કિંમત 1.00.480ના મુદ્દામાલ સાથે મુકેશભાઈ ભરતભાઈ ચુનારાની સાણંદ પોલીસે અટકાયત કરીને તેના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...