કાર્યવાહી:સાણંદ બાદ હવે ચાંગોદર GIDCમાં વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બી.જી.ચાવડા એસ્ટેટમાંથી પોલીસે દારૂનું ગોડાઉન ઝડપી 7.75 લાખનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી કરી

અમદાવાદ ગ્રામ્યમાં દેશી અને વિદેશી દારૂની રેલમછેલ ચાલી રહી છે ત્યારે તાજેતરમાં સાણંદ જીઆઇડીસી માં દારૂનું ગોડાઉન મળી આવ્યા બાદ શનિવારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ચાંગોદર જીઆઇડીસીમાં આવેલા બી.જી .ચાવડા એસ્ટેટમાંથી પણ બાતમીને આધારે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપી લીધું હતું જેમાં 775200 રૂ.નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

એલ.સી.બી પોલીસ ઇન્પેાં કટર, એચ.બી.ગોહીલ, પો.સ.ઇ. જી.એમ.પાવરા, જે.યુ.કલોત્રા, પો.સ.ઇ. આર.જી.ચૌહાણ, પો.સ.ઇ. એસ.એસ.નાયર અને એલ.સી.બી. ટીમે પોતાના બાતમીદારો કાર્યરત કરેલ તેના પરીણામ સ્વરૂપ એ.એસ.આઇ. યોગરાજસિંહ વાઘેલાને મળેલી ચોક્કસ બાતમી આધારે ચાંગોદર જી.આઇ.ડી.સી.ખાતે આવેલ બી.જી.ચાવડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોડાઉન નં.-1 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. એલ.સી.બી. પોલીસ ધ્વારા બાતમી આધારે ચાંગોદર GIDC ખાતે આવેલ બી.જી.ચાવડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોડાઉન નં.-1માં જતાં ગોડાઉન બંધ હતુ.

પરંતુ બાતમી સચોટ હોઇ ગોડાઉનનું તાળુ તોડી ગોડાઉનમાં તપાસ કરતાં ગોડાઉનમાંથી ઓલ સિઝન તથા મેકડોવેલ્સ નં-1 માર્કાની વિદેશી દારૂની બોટલ તથા બીયર 91 પ્રિમીયમ સુપર સ્ટ્રોંગ બીયર માર્કાની બિયર ટીન નંગ નંગ-2340 (પેટી નંગ-184) કિમંત રૂા. 7,75,200નો મુદ્દામાલ કબ્જે કરી ગોડાઉન ઉપર કોઇ હાજર ન હોઇ ગોડાઉન ભાડે રાખનાર રામારામ નરીગારામ રહે, જોધાવાસી વાલી, ઝાલોર રાજસ્થાન વિરૂધ્ધમાં ગુન્હો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરેલ છે. પોલીસની કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...