આદર્શ ગામ:વહેલાસર જાગેલું આદર્શ ગામ મોડાસર, આદર્શ ગામ રેન્કિંગમાં સાણંદ તાલુકાનું મોડાસર ગામ દેશમાં 5માં અને ગુજરાતમાં પ્રથમ નંબરે

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વહેલાસર જાગેલું આદર્શ ગામ મોડાસર દેશમાં 5 અને ગુજરાતમાં 1નંબરે - Divya Bhaskar
વહેલાસર જાગેલું આદર્શ ગામ મોડાસર દેશમાં 5 અને ગુજરાતમાં 1નંબરે
  • 1 વર્ષમાં 60થી વધુ વિદ્યાર્થીએ ખાનગી શાળામાંથી મોડાસરની પ્રાથમિક શાળામાં નામાંકન

સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે વર્ષ 2020માં સાણંદ તાલુકાના મોડાસર ગામને દત્તક લીધું હતું. આદર્શ ગામ રેન્કિંગમાં મોડાસર 2 સપ્ટેમ્બર સુધી દેશમાં પાંચમા અને ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. 7થી 8 હજારની વસ્તી ધરાવતા મોડાસરમાં આંગણવાડી, પ્રાથમિક શાળાની વ્યવસ્થા છે. ગામમાં ઈ-ગ્રામ સેન્ટર, સ્વાસ્થ્ય કેન્દ્ર, મહિલાઓ માટે સખીમંડળ, ગામજનોની અવરજવર માટે પાકા રસ્તા, સાફ-સફાઈની પૂરતી વ્યવસ્થા તેમજ ઘેર-ઘેરથી કચરો એકત્રિત કરવામાં આવે છે.

ગામના દરેક ઘરમાં શૌચાલય અને ગટરની વ્યવસ્થા ઉપરાંત નળ દ્વારા દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોડાસર તેમજ આજુબાજુનાં 17 ગામની અંદાજિત 45000ની વસ્તીને આરોગ્યલક્ષી સુવિધાઓ અપાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 15થી 17 પ્રકારના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. મહિનામાં અંદાજિત 1500થી 1700 લોકો આરોગ્ય સુવિધાનો લાભ ઉઠાવે છે. દર મહિને 6થી 7 પ્રસૂતિ આ સેન્ટરમાં થાય છે. અહીં લેબોરેટરી વૅનની પણ સુવિધા છે. મોડાસર ગામમાં વેક્સિનેશન પણ 100 ટકા પૂર્ણ થયું છે. પ્રીકોશન ડોઝ પણ 70થી 80% લોકોને આપી દેવાયો છે.

મોડાસર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણભાઈ મકવાણા કહે છે કે શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, ગૂગલ ક્લાસ તેમજ સ્માર્ટ ક્લાસ થકી શિક્ષણ અપાઈ રહ્યું છે. અમે ગૂગલ ક્લાસ થકી બાળકોને દેશ-વિદેશનું શિક્ષણ આપીને તેમના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છીએ. સરકાર તરફથી વિદ્યાર્થીઓને ક્રોમ બુક અપાઈ છે જેમાં તેમને મેલ દ્વારા લેસન અપાય છે.

કોરોનાકાળ કેટલાંક વર્ષોમાં વિદ્યાર્થીઓના નામાંકનમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2018માં વિદ્યાર્થીઓની સંખ્યા 500 જેટલી હતી. વર્ષ 2021માં 600 આસપાસ પહોંચી છે. 1 વર્ષમાં 60થી વધુ વિદ્યાર્થીએ ખાનગી શાળામાંથી મોડાસર ગામની પ્રાથમિક શાળામાં નામાંકન કરાવ્યું છે. ગામના તલાટી મિનલબા પરમાર કહે છે કે મોડાસરના બાળગંગા તળાવને રીડેવલોપમેન્ટ માટેનું ખાતમુહૂર્ત કર્યું છે. મહાપ્રસાદ યોજનામાં અત્રેશ્વર મહાદેવની પસંદગી થઈ પંચાયત ભવનમાં આવકનો દાખલો, પાનકાર્ડ, આધારકાર્ડ, 7/12 ઉતારો સહિતની નકલો મળે છે.

અન્ય સમાચારો પણ છે...