ચકચાર:એક્ટિવા પર જતી યુવતીને કારચાલકે ટક્કર મારી દુષ્કર્મની ધમકી આપી અપહરણનો પ્રયાસ કર્યો

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદના તેલાવ પાસેની ઘટના, કાર પર NSUI ગાંધીનગર જિલ્લા પ્રમુખ લખેલું સ્ટિકર
  • યુવતી સાણંદ તેના ફોઇના ઘરે જઇ રહી હતી ત્યારે કારચાલકે તેનો પીછો કર્યો હતો, યુવતીને કારની પાછળની સીટમાં ધક્કો મારી પાડી ધમકી આપી : યુવતીએ ઓફિસના ફોનથી ઘરે જાણ કરતાં પરિવારજનો દોડી આવ્યા

અમદાવાદથી સાણંદ એક્ટિવા પર જતી 26 વર્ષીય યુવતીને તેલાવ નજીક હાઇવે પર કાર ચાલકે પીછો કરી ટક્કર મારી અને અપશબ્દો બોલી મારમારી રેપ કરવાની ધમકી આપી યુવતીનું અપહરણ કરવાની કોશિષ કરતા ચકચાર મચી જવા પામી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર ઇસ્કોન ખાતે ખાનગી કંપનીમાં 26 વર્ષીય યુવતી મેનેજર તરીકે નોકરી કરે છે અને અમદાવાદ ખાતે રહે છે.

ગુરુવારે સાંજના સાતેક વાગે યુવતી એક્ટીવા લઇ સાણંદ ખાતે તેના ફોઇના ઘરે આવવા માટે નીકળી હતી અને શાંતીપુરાથી સાણંદ તરફ જતા રોડ ઉપર યુવતી એક્ટીવા લઇ જતી હતી તે વખતે એક મરુન કલરની કારનો ચાલક યુવતીનો પીછો કરતો હતો.

તેલાવ ગામ નજીક આવેલ ભારત પેટ્રોલ પંપ પાસે પહોંચતા આ ફોરવ્હીલ ગાડીના ચાલકે યુવતીને ટકકર મારતા એકટીવા સાથે નીચે રોડ ઉપર ફેંકાઇ હતી ઇજા પહોચી હતી. ઘટના બનતા આસપાસના માણસો આવી ગયેલા આ કારનો ચાલક આગળ આવ્યો હતો. ગાડીના ચાલકને યુવતીએ કહેલ કે તું કેમ કયારનો મારો પીછો કરી મારી પાછળ પાછળ આવે છે તેમ કહેતા આ ફોરવ્હીલ ગાડીનો ચાલક ઉશ્કેરાઇ જઇ યુવતીને અપશબ્દો બોલવા લાગ્યો હતો

અને ગાલ ઉપર લાફા મારી યુવતીને છાતીના ભાગે ધકકો મારી કારની પાછળની સીટમાં પાડી દઇ ઝપાઝપી કરી યુવતીને કહેવા લાગેલ કે તને બહુ ચરબી ચડી ગઇ છે તેને અહીંયા જ ચીરી નાખીશ અને તારા ઉપર રેપ કરીશ તેમ કહી યુવતી સાથે ઝપાઝપી કરી અને ગાળો બોલવા લાગેલા જેથી યુવતીએ સંબંધીને આ બાબતે જાણ કરવા મોબાઇલ ફોન કાઢતા તે તોડી નાંખલો અને યુવતીનો અપહરણ કરવાનો પ્રયાસ કરતાં યુવતીએ ઓફિસના મોબાઇલ ફોનથી પરિવારને જાણ કરતાં દોડી આવ્યા હતા અને પોલીસ પણ આવી પહોચી હતી

ઇજાઓ થતાં યુવતીને સારવાર માટે લઈ જવામાં આવી હતી. પોલીસે રાત્રે કાર ચાલક ધર્મેશ જવાનજી ઠાકોર (રહે.કલોલ)ની અટકાયત કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જપ્ત કરેલી કાર ઉપર ગાંધીનગર જિલ્લા NSUI પ્રમુખ લખેલુ હતું અને સાણંદ પોલીસ સ્ટેશને અનેક મોટા માથા દોડી આવ્યા હતા. પોલીસ મથકે ભારે ચકચારના દૃશ્યો સર્જાયા હતા. બનાવને પગલે ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...