ભાસ્કર ઇમ્પેક્ટ:સાણંદમાં આવેલી જૂની મામલતદાર કચેરીમાં સોમવારથી આધારકાર્ડની કામગીરી શરૂ થશે

સાણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
બંધ કચેરીનું તાળું ખોલવામાં આવ્યું હતું. - Divya Bhaskar
બંધ કચેરીનું તાળું ખોલવામાં આવ્યું હતું.
  • સાણંદ મામલતદાર કચેરીનું તંત્ર ગાંઢ નિદ્રામાંથી સફાળું જાગ્યું
  • આધારકાર્ડ માટેના ટોકન લેવા સોમવારે સવારે 9-30થી 10માં આવવું તેવું બોર્ડ લગાવાયું

સાણંદની જૂની મામલતદાર કચેરીમાં આધારકાર્ડની કામગીરી શરુ જ નહીં થતા અનેક લોકોને મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે અને અરજદારો પરેશાન થઇ ઉઠયા છે તે મુદ્દે તાજેતરમાં ભાસ્કરમાં અહેવાલ પ્રસીધ્ધ થતા સાણંદ મામલતદાર કચેરીના અધિકારીઓને જવાબદારીનું ભાન થતા સાણંદની જૂની મામલતદાર કચેરીમાં આધારકાર્ડની કામગીરી સોમવારથી શરુ થશે તેની સુચનાનું બોર્ડ મારી ઓફીસ ખુલ્લી મૂકી હતી. સાણંદ મામલતદાર કચેરીમાં ઘણા દિવસોથી કોરોનાને કારણે જન સેવા કેન્દ્ર બંધ હતું. જો કે ફરી તમામ સરકારી કચેરી 100 ટકા સ્ટાફથી કાર્યરત થઇ છે.

પરંતુ સાણંદ જૂની મામલતદાર કચેરીમાં ચાલતી આધારકાર્ડની કામગીરી ચાલુ નહીં કરાતા અનેક અજદારોને મુશ્કેલી પડતા સરકારી કામો ખોરંભે ચડયા હતા. અને તાલુકાના છેવાડાના ગામડાઓમાંથી આવતા અરજદારોની આધારકાર્ડની કામગીરી ન થતા ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. વળી આ કચેરી બહાર લોક મારી દેવામાં આવ્યું છે અને આધારકાર્ડની કામગીરી ક્યારે ચાલુ થશે તેની સૂચનાઓ નહીં મુકતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ત્યારે તાકીદે આ કચેરીમાં આધારકાર્ડની બંધ કામગીરી શરુ કરવા સ્થાનિકોની માંગણીનો અહેવાલ ગત 10 જૂનના રોજ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધિ થતા સાણંદના વહીવટી તંત્રને પોતાની જવાબદારીનું સફાળું ભાન થવા પામ્યું હતું. જેને લઈને શુક્રવારે સવારેથી આ જૂની મામલતદાર કચેરી બહાર આધારનું ટોકન લેવા માટે 14 જૂનને સોમવારે 9-30થી 10 વાગે આવવું તેમ સૂચનાનું બોર્ડ મૂકી ઓફીસ ખુલ્લી મુકવામાં આવી હતી.

બીજી તરફ સાણંદની જૂની મામલતદાર કચેરીમાં સોમવારથી આધારકાર્ડની કામગીરી ચાલુ થશે તેમ જાહેર થતા અરજદારોમાં આનંદની લાગણી છવાઈ હતી. લાંબા સમયથી બંધ રહેલી કચેરીને ખોલવામાં આવી હતી. સોમવારથી આધારકાર્ડનું કામ શરૂ કરવામાં આવશે તેવા બોર્ડ મુકવામાં આવતા નાગરિકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...