તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેતવણી સમાન ઘટના:સાણંદના કાણેટી ગામના યુવકે લાલચમાં રૂ.9.40 લાખ ગુમાવ્યા

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા થોડાક સમયથી રાજ્યમાં ઓનલાઈન ઠગાઈના કિસ્સાઓમાં વધારો થયો છે, ત્યારે સાણંદના કાણેટી ગામના યુવકને બેંક લોન અને પોલીસીના નામે રૂ.9.40 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરવી છેતરપિંડી કરતા ઘટનાને લઈને યુવકે સાઈબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સાણંદ તાલુકાના કાણેટી ગામે 29 વર્ષીય સત્યપાલસિંહ ભરતસિંહ વાઘેલા જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. સત્યપાલસિંહને બે એક વર્ષ પહેલા ફોન આવ્યો હતો અને તેઓને જણાવ્યું હતું કે હું ભારતીય એક કંપનીમાંથી બોલું છું. જો તમારે પોલીસી ઉતરાવવી હોય તો સેવિંગ પોલીસી ઉતારીએ છીએ. જેથી સત્યપાલસિંહએ કંપની પાસેથી રૂ.25 હજારની વાર્ષિક પ્રીમીયમ પોલીસી લીધી હતી. તેના રૂપિયા પંજાબ નેશનલ બેંકના વિનીતા ટંડ નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ સત્યપાલસિંહને ફોનથી જણાવેલ કે હજી વધારે 60 હજાર-60 હજાર વાર્ષિક પ્રીમીયમ પોલીસી લેવી પડશે.

જેથી તેઓએ એક પોલીસી અને એક પોલીસી તેઓની પત્નીના નામે લઇ બન્નેના રૂ.1.20 લાખ તેના બેંકએકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરાવ્યા હતા. સત્યપાલસિંહને ફોનથી જણાવેલ કે તમારે જો 15 લાખની પર્શનલ લોન જોઇતી હોય તો હજી એક 70 હજાર વાર્ષિક પ્રીમીયમની કંપનીની પોલીસી લેવી પડશે. સત્યપાલસિંહને રૂપિયાની જરૂરીયાત હોવાથી અને લોન મળે તો કામ થઇ જાય તેવું સત્યપાલસિંહએ વિચારી 70 હજાર રૂપીયાનું પ્રીમીયમ ભરી તેઓએ પોલીસી ઉતરાવી લીધી હતી. અલગ અલગ ચાર્જના નામે કુલ રૂ.9,40,600 એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવાયા હતા. બાદમાં સત્યપાલસિંહને વહેમ જતા 23 ઓગસ્ટના રોજ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...