પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે સાણંદ બાયપાસની રિલાયન્સ ચોકડી ઉપર વિરમગામ હાઇવે તરફથી આવેલા ટ્રેલરમાં મીઠું ભર્યું હતું. જે બાયપાસ ચોકડી ઉપર વળતાં મીઠાથી ઓવરલોડ ટ્રેલર નમીને એક સાઈડ પલટી મારી જતાં બંને બાજુના હાઇવે પર પડ્યું હતું. ટ્રેલરમાં રહેલું મીઠું રોડ ઉપર ઢગલો થયો હતો.
બીજી તરફ આ જ સ્થળ પાસે એક ટ્રક પાછળ એક ટ્રક ધડાકાભેર અથડાઇ હતી. જેને લઈને ટ્રક પાસેના ખેતરમાં પલટી મારતાં ચાલકને ઇજાઓ પહોચી હતી. જેને લઈને આસપાસના લોકો ઘટના સ્થળે પહોચીને ટ્રક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ સાંજ સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. બીજી તરફ મીઠાથી ઓવરલોડ ટ્રેલરને ઊભી કરવા માટે ક્રેનની મદદ મેળવી ટ્રેલરને હાઇવે પરથી દૂર કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.