મન્ડે પોઝિટિવ:સાણંદમાં સામાજિક સદભાવનાનો ચીલો ચાતરતી સેવાભાવી સંસ્થા

સાણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 વર્ષમાં 95 ગરીબ કન્યાઓનું કન્યાદાન કરાયું
  • અંતિમવિધિની 1260 કિટોનું વિતરણ કરાયું છે

સાણંદના ટપાલચોક વિસ્તારમાં 7 વર્ષ પહેલા કેટલાક મિત્રોએ લોકોમાં સદભાવનાનો સંદેશ જાય તે હેતુથી નાતી -જાતિ -ધર્મના ભેદભાવો એકબાજુ મૂકીને માત્ર લોકસેવાના નિર્ધારથી સદભાવના કેન્દ્ર નામની સંસ્થાની સ્થાપના કરી આજે આ સંસ્થાએ સાત વર્ષ પુરા કરી આઠમા વર્ષમાં પ્રારંભ કરી દીધો છે અને લોકસેવાના અનેક કાર્યોની ધૂણીધખાવી છે. જરૂરિયાત મંદોને કપડાં, બુટ ચંપલ વિતરણ કે પછી ગરીબ ઘરની કન્યાઓને લગ્ન પ્રસંગે કન્યાદાનની કીટોનું વિતરણ જેવી ઘણી લોકોપયોગી સેવાઓ આ સંસ્થા દ્વારા શરુ કરવામાં આવી છે.

અત્યાર સુધી સાત વર્ષમાં ગરીબ ઘરની 95 દીકરીઓએ કન્યાદાન કીટનો લાભ લીધો છે .મૃત્યુ સમયે તૈયાર અંતિમ વિધિની કીટો ની સેવા પણ આ સંસ્થા દ્વારા પુરી પાડવામાં આવે છે અત્યાર સુધી અંતિમવિધિની 1260 કીટોનું વિતરણ કરાયું છે. સાથે સાથે ગૌરી વ્રત નિમિત્તે ડ્રાયફ્રુટ વિતરણ, દિવાળી ઉપર રાહતદરે મીઠાઈ વિતરણ તેમજ મેડિકલ ઇસ્ટ્રુમેન્ટ વોકર, ચાલવાની સ્ટિક, સંડાશની ખુરશી વિગેરેની સેવા કરવામાં આવે છે .

વળી સાણંદ વિસ્તારમાં સંસ્થા દ્વારા ત્રણ પાકી પરબોનું પણ નિર્માણ કરાયું છે જેમાં રોજના 65 ઠંડા પાણીના જગનો વપરાશ થાય છે .તાજેતરમાં આ સંસ્થા દ્વારા એક અનોખી સેવા સાહરુ કરાઈ છે સાણંદમાં આવેલા ત્રણ સ્મશાનો મુક્તિધામ, બ્રહ્મસમાજ સ્મશાન અને એકલિંગજી રોડ પાર આવેલ સ્મશાનમાં જરૂરિયાતમંદ પરિવારોને અંતિમ વિધિ માટે વિનામૂલ્યે લાકડા આપવાની સેવા શરુ કરવામાં આવી છે. જેની ખુબ સરાહના થઇ રહી છે .

અન્ય સમાચારો પણ છે...