ધરપકડ:સાણંદના ઉલારિયા પાસે દુકાનમાં ઈ-સિગારેટની સામગ્રી વેચનારો ઝડપાયો

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોટા શહેર બાદ ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારમાં યુવાનોમાં ઇ-સિગારેટનું વેચાણ થતું હોવાનું તંત્રને સામે આવ્યું છે. યુવાનોને સરળતાથી ઇલેક્ટ્રિક ઇ-સિગારેટ બજારમાં મળી રહે છે. જેને અટકાવવા ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમી આધારે સાણંદના ઉલારિયા પાસે આવેલ એક કોમ્પ્લેક્ષના પાલરમાં દરોડા પાડી એક ઈસમને પકડી પકડી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

એસ.ઓજી શાખાના PI એન.એચ.સવસેટાને મળેલી જરૂરી સુચના તથા માર્ગદર્શન લઈને સાણંદના ઉલારીયા ચાર રસ્તા પાસે આવેલા સત્યેશ કોમ્પલેક્ષમાં જય ભોલેનાથ પાન પાર્લર નામનું પાર્લર ચલાવતા સબ્બીરહુસેન નબીરભાઇ મોમીન પોતાના પાર્લરમાં પ્રતિબંધિત ઇ-સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે જય ભોલેનાથ પાન પાર્લરમાં રેડ કરી સબ્બીરહુસેન નબીરભાઇ મોમીન(રહે.શેલા તા.સાણંદ) દુકાનમાં પ્રતિબંધિત ઇ- સિગારેટ) - YUDIOTECH બ્રાન્ડની કુલ નંગ-2 કિમત રૂ.2200ના મુદામાલ સાથે પકડી લઈ તેના વિરૂદ્ધ ચાંગોદર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...